google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ઉનાળાની શરૂઆત થતાં પાટણ રમત ગમત સંકુલ ખાતે નો સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો..

Date:

એન્જોય ગૃપ દ્વારા સ્વિમિંગ પુલ ના ટ્રેનરો નો સન્માન કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 18
સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે ગરમીની શરૂઆત થતાં સ્વિમિંગ પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. સ્વિમિંગ પૂલ ખાતે ચાલતા એન્જોય ગ્રુપ દ્વારા સિનિયર કોચ એવા કિરણ ભાઈ પટેલ તથા તેમની ટીમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કિરણભાઈ પટેલ જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને રમત ગમત ક્ષેત્રે પાટણનું નામ રોશન થાય તેવા પ્રયત્ન કરીશું અને અમારી ગમે ત્યારે કાંઈ મદદની જરૂર હોય ત્યારે અમને ચોક્કસ જાણ કરશો આપણે સાથે મળી રમત ગમત ક્ષેત્રે વિકાસ લક્ષી કામો સાથે મળીને કરીશું તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે એન્જોય ગ્રુપના સભ્યો દ્વારા સિનિયર કોચ કિરણભાઈ પટેલ તથા સ્વિમિંગ કોચ મહમદ પઠાણ, અમૃતભાઈ ઠાકોર, વિક્રમ ભરવાડ, વ્યાયામ શિક્ષક જાની વગેરેનું સન્માન એન્જોય ગ્રુપ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે એન્જોય ગ્રુપના પ્રમુખ વિનોદભાઈ સુથાર, મહાદેવભાઇ મહેશ્વરી, જેસંગભાઈ ચૌધરી, મહેશભાઈ મોદી તથા એન્જોય ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા. પ્રથમ દિવસથી જ સ્વિમિંગ પૂલ તરવૈયાઓથી ધમધમતો થઈ ગયો હતો.અને સ્વિમિંગ પૂલ નો ગરમીમાં સૌ કોઈ આનંદ માણી રહ્યા હતા.આ કાર્યક્રમ નુ સફળ સંચાલન પત્રકાર નિમેશ ગોલે દ્વારા કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

આકસ્મિક રીતે મૃત્યુ પામેલા થરા ના યુવાનની આંખો પરિવારજનોએ ડોનેટ કરી..

પાટણ તા.૧૯બનાસકાંઠા જિલ્લાના થરા ગામના વતની દિપકભાઈ રામચંદભાઈ બુકેલીયા...

HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો જાહેર કરવા કલેકટર ને રજૂઆત કરાઈ..

પાટણ તા. ૨૬HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના...

૧૮ પાટણ વિધાનસભા નુ લાભાર્થી સંમેલન કુણધેર ચુડેલ માતાના મંદિરે યોજાયું..

પાટણ તા. 24ભારતીય જનતા પાર્ટી ૧૮-પાટણ વિધાનસભા લાભાર્થી સંમેલન...