google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી એમએસસી સેમ-2 ના પરિણામ ની વિસંગતતા દુર કરવા વિધાર્થીઓનું આક્રમક વલણ…

Date:

વિધાર્થીઓ દ્રારા યુનિવર્સિટી ખાતે સુત્રોચ્ચાર કરાતા વાતાવરણ તંગ બન્યું..

કા. કુલપતિ એ વિધાર્થીઓના હીતમાં તપાસ કરી યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો..

પાટણ તા. 21 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એમ એસ સી સેમ 2 ના પરિણામ માં વિસંગત બાબતે કા. કુલપતિ, પરીક્ષા નિયામક અને કિ. રજીસ્ટાર ને વિદ્યાર્થીઓ દ્વારા સોમવારે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપી વિધાર્થી હીતમાં તપાસ કરવા જણાવ્યું હતું. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એમએસસી સેમ 2 ના વિદ્યાર્થીઓએ સોમવારે કુલપતિ ને અવેદનપત્ર આપી હાયરે કુલપતિ હાય હાય, પરીક્ષા નિયામક હાય હાય ના નારા લગાવતા વાતાવરણ ગરમાયું હતું. વિદ્યાર્થીઓએ કા.કુલપતિ, કા.રજીસ્ટાર અને પરીક્ષા નિયામક ને આવેદનપત્ર આપ્યું હતું અને રજુઆત કરી હતી કે MSC સેમ 2 નું રીઝલ્ટ 62% જાહેર થયું છે જેમાં 50% વિદ્યાર્થીઓના પરિણામમાં ગેરરીતિ અને ક્ષતિઓ થયેલ છે.અને પરિણામ ખૂબ ઓછું આવ્યું છે.તેની વિધાર્થી હીતમાં તપાસ કરવાની માગ કરીવિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ માં વિદ્યાર્થીઓ મહંદ અંશે નપાસ થયા છે. જેમાં પાટણ, કડી ,મહેસાણા, પાલનપુર,છે જેમાં 95 ટકા થી ઓછું રિઝલ્ટ આવ્યું છે.ખાલી 5 ટકાજ વિધાર્થીઓ પાસ થયા છે.કડીની બીએસ સી કોલેજ માં 2200 વિદ્યાર્થીઓ બેઢા હતા એ તમામ વિધાર્થીઓ ફેલ થયા છે. જે વિદ્યાર્થીઓને 90 ટકા આવતા હતા તે વિધાર્થીઓ પણ ફેલ થયા છે ત્યારે વિધાર્થીઓ એ માંગ કરી હતી કે ફેલ વિધાર્થીઓ ના પેપર કમ્પલેટ ચેક થવા જોઈએજેને એસ્ટ્સમેન્ટ નું કામ કર્યું છે તેને સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું. આ બાબતે કા.કુલપતિ ડો. રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે MSC સેમ 2નું પરિણામ આવ્યું છે તે 62 થી 63 ટકા જાહેર કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓની માંગણી છે કે કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.અને એમાં મુલ્યાંકન સારી રીતે થયેલ નથી એવી વિદ્યાર્થીઓની માંગણી છે. અને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા વારંવાર આવા કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે એટલે આપણે એવા નિર્ણય પર આવ્યા છીએ કે જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે તેમને ફ્રીમાં અવલોકન કરી આપવું 15 થી 20 દિવસમાં આ બાબતે પરીક્ષા નિયામક પણ આની ગંભીરતા લઈ યોગ્ય કાર્યવાહી કરે જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કે કોઈ બાબત યોગ્ય નિર્ણય પણ મળી રહે અને આ બાબતે કા. રજીસ્ટાર ને પણ સૂચના આપી આ અંગે પરીક્ષા નિયામક નો પણ ખુલાશો પૂછવાનો રહેશે. અને વિદ્યાર્થીઓ દૂરથી આવતા હોય તેમને તકલીફ ન પડે એવી રીતે પરીક્ષા પદ્ધતિની એસ ઓ પી મજબૂત રીતે તૈયાર કરવા સૂચના આપી નવી શૈક્ષણિક નીતિમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવશે એવી બાહેધરી તેઓએ વિધાર્થીઓને આપી મામલો શાંત પાડ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગર પાલિકા ની સામાન્ય સભામાં કેનાલ મા ઢલવાતી ભૂગર્ભ ગટર ની ગંદકી મામલે રહિશોએ હંગામો મચાવ્યો…

પાટણ નગર પાલિકા ની સામાન્ય સભામાં કેનાલ મા ઢલવાતી ભૂગર્ભ ગટર ની ગંદકી મામલે રહિશોએ હંગામો મચાવ્યો… ~ #369News

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી..

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી.. ~ #369News