google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના આનંદ સરોવર માગૅ પર સીએનજી કાર આગમાં લપેટાતા ભાગ દોડ મચી..

Date:

પાલિકા ના ફાયર વિભાગે ધટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો..

પાટણ તા. 21
પાટણ શહેરના આનંદ સરોવર રોડ પર સોમવારની સાજે એક સીએનજી કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો જોકે, કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ પાલિકા ના ફાયર વિભાગને કરાતાં ફાયર વિભાગ નો સ્ટાફ ફાયર ફાઇટર લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના આનંદ સરોવર રોડ પર સોમવારે એક સીએનજી કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન બોનેટ માંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી ચાલકે સમય સુચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવ ના પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી તો કારમાં લાગેલી આગની જાણ બી. ડિવિઝન પોલીસ અને પાલિકા ના ફાયર વિભાગ ને કરતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના સ્ટાફે પાણીનો મારો ચલાવી કારમા લાગેલી આગ પર કાબુ મેળવી લેતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો જોકે કાર બળીને ખાખ થઈ જતાં કાર માલિક ને મોટુ નુકશાન થવા પામ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે આયોજિત શિવકથા ના આયોજન ને સફળ બનાવવા યજમાન પરિવાર દ્વારા વિવિધ સમિતિઓની રચના માટે સંયુક્ત મીટીંગ બોલાવી..

પાટણ ખાતે આયોજિત શિવકથા ના આયોજન ને સફળ બનાવવા યજમાન પરિવાર દ્વારા વિવિધ સમિતિઓની રચના માટે સંયુક્ત મીટીંગ બોલાવી.. ~ #369News

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લોકોની સુખાકારી ની રજૂઆત નહી સંભળાતા લોકો મા રોષ..

પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો…પાટણની...

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી..

શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી છે :બલવંતસિંહ રાજપૂત…પાટણ...