google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉમંગ પાટણની મીનળપાર્ક સોસાયટીમાં પણ છવાશે.

Date:

પાટણ તા. 18
આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામચંદ્રજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવનાર છે જેને લઇને સમગ્ર ભારતીય નાગરિકો માં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધાર્મિક સ્થાનકો સહિત ભારત ભરમાં વિવિધ શહેરોને રોશની અને ધજા પતાકાથી શણગારવામાં આવી રહ્યા છે. અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં આયોજિત ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા પાટણ શહેર અને સમગ્ર જિલ્લો પણ થનગની રહ્યો છે ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ મીનળપાર્ક સોસાયટીના 29 પરિવારો દ્વારા પણ ભગવાન શ્રી રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા સમગ્ર સોસાયટીમાં કેસરી કલરના ધજા પતાકા સાથે દરેક ઘરે કેસરિયો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. તો સોસાયટીના પ્રવેશદ્વાર પાસે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ મીનળપાર્ક સોસાયટી દ્વારા સવારે 6:00 થી 7-00 ભક્તિ સંગીત સાથે પ્રભાત ફેરી યોજાશે જે મિનળપાર્ક સોસાયટી થી પ્રસ્થાન પામી કેનાલ રોડ, ગાયત્રી મંદિર થઈ પરત સોસાયટીમાં ફરશે. ત્યારબાદ 7-00 થી 8-00 સોસાયટીના નાના ભૂલકાઓ થી માંડી વયો વૃધ્ધ સૌ સાથે સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી બેન્કના પટાંગણમાં સમૂહ યોગ અને પ્રાણાયામ કરશે. સવારે 9-00 કલાકે ભગવાન શ્રીરામ નામનો યજ્ઞ પ્રારંભ થશે જે યજ્ઞની બપોરે 12-39 કલાકે પુણૉહુતિ બાદ સોસાયટી ના સૌ રહિશો દ્રારા પ્રભુ શ્રી રામ ની ફોટો પ્રતિમા સન્મુખ સમૂહ આરતી ઉતારશે.

બપોરે 2 થી સાંજના 5-00 કલાક દરમિયાન સોસાયટીના મહિલા વૃદ દ્રારા ભગવાન શ્રી રામચંદ્રજી ના ભક્તિ સભર ગીતો અને ભજનની રમઝટ બોલાવાશે. સાજે 6-00 કલાકે સોસાયટીના તમામ પરિવારો પોત પોતાના ઘર ને રોશની થી ઝગમગતી કરી દીપ પ્રગટાવી ભગવાન શ્રી રામ ની આરાધના કરશે. ત્યારબાદ સમૂહ પ્રસાદ ગ્રહણ કરી રાત્રે 8-00 કલાકે સોસાયટીના પરિવારજનો દ્રારા સમૂહ મા સંગીત મય શૈલી માં હનુમાન ચાલીસા ના પાઠનું પઠન કરશે અને ત્યારબાદ રામલલ્લા ના પ્રતિષ્ઠા મહોત્સવ ની ખુશી અંતગૅત સૌ સાથે મળીને રાસ ગરબાની રમઝટ મચાવી અયોધ્યા ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી બન્યાં નો આનંદ માણી પ્રસંગને યાદગાર બનાવનાર હોવાનું સોસાયટીના આયોજકો એ  જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23 ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ..

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ.. ~ #369News

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સન્માનિત કયૉ..

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સન્માનિત કયૉ.. ~ #369News

પાટણના શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં અતિરુદ્ર મહાયજ્ઞ નો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ..

ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુ ની પ્રેરણાથી આયોજિત અતિરુદ્ર...