fbpx

સિદ્ધપુરના સુજાણપુર ખાતે તિરંગા વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી

Date:

નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા આરોગ્ય ની જાણકારી આપતા બેનરો સાથે રેલી યોજી..

પાટણ તા. 7
સિદ્ધપુરના સુજાણપુર ખાતે શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર ડી. આઈ. પટેલ સ્કૂલ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી ના ઉપ્લક્ષમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં તિરંગા વિદ્યા સંકુલના નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વિવિધ બેનરો અને સૂત્રોચાર સાથે જોડાઈને લોકોમાં આરોગ્ય ની જાણકારી અર્થે સંદેશો આપ્યો હતો. ડી.આઈ.પટેલ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા આયોજિત કરાયેલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત રેલીમાં નર્સિંગ ના વિદ્યાર્થી ઓ સાથે સાથે તિરંગા વિદ્યા સંકુલ સ્ટાફ પરિવાર પણ જોડાયો હતો.

વિશ્વ આરોગ્ય દિવસની ડી.આઈ.પટેલ સ્કૂલ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓને તિરંગા વિદ્યા સંકુલના સ્થાપક દશરથભાઈ પટેલ સહિત સ્ટાફ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા – મહેસાણા હાઇવે માર્ગ પર ધીણોજ નજીક ટેલર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો..

ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ કારમાં ઇજાગ્રત બનેલા લોકોને બહાર...

પાટણની શેઠ એમ.એન. પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ..

પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં...

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન..

પાટણ તા. 27 પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે...