પાટણ ડિઝાસ્ટર ની કીમત ભારે જહેમત બાદ લાશને કેનાલ માંથી બહાર કાઢી..
પાટણ તા. 22 હારિજ કુરેજા કેનાલમાં કુણઘેરના યુવાને પોતાની માતાને તેના મોસાળ કુકરાણા ગામે મૂકીને પરત આવતા બપોરના સુમારે મોત ની છલાંગ મારીને જીવન ટૂંકાવી લીધું હતું. મોડી રાત સુધી મૃતદેહ નહીં મળતા શોધખોળ ચાલુ રાખતા મંગળવારે લાશ મળી આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ કુણઘેર ગામનો રાહુલભાઈ વેણીદાસ પટેલ 23 વર્ષીય યુવાન પોતાના ગામમાં કટલરીની દુકાન ધરાવી વ્યવસાય કરે છે. કુણઘેર પોતાના ઘરેથી બપોરનું ભોજન કરી તેના મોસાળ મામાને ત્યાં તેની માતાને મૂકવા માટે બાઇક નંબર GJ 24 AC 8746 લઈ નીકળ્યો હતો. અને મોસાળ કુકરાણા પોતાની માતાને મૂકીને પરત ફરતા કુરેજા કેનાલની સાઈડમાં બાઇક મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હતું.
જેને ત્યાં રોડ પરથી પસાર થતા અજાણ્યા રિક્ષા ચાલક જોઈ જતા તેણે કુરેજા બસ સ્ટેન્ડ પર જાણ કરી હતી. જેમાં લોકો ત્યાં ભેગા થવા લાગતા મૃતકના બાઇક પરથી તે કુણઘેર ગામનો યુવાન હોવાની ઓળખ થતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા, અને હારિજ પીલીસને જાણ કરી હતી હારિજ પોલીસે પાટણ ડિઝાસ્ટરમાં જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ આદરી હતી. મૃતકના પિતા વેણીદાસ પટેલના જણાવ્યા મુજબ ઘેરથી રાજીખુશીથી તેની મમ્મીને મુકવા કુકરાણા ગયો હતો અને વળતા આવું કેમ કર્યું અમે પણ જાણતા નથી. મૃતક યુવાનને એક અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી