પાટણ તા. 22 ધ બગવાડા ક્રેડિટ સોસાયટી ની ચોથી વાર્ષિક સાધારણ સભા યુનિવર્સિટી રંગભવન ખાતે મળી હતી. સોસાયટીના પ્રમુખ રમેશ ભાઈ સોલંકી એ ખુબજ સરળ ભાષામાં પ્રાસંગીક ઉદબોધનમાં સહકાર વિષે વાતો કરી, અને મંડળી કેવી રીતે ચલાવવી તથા સોસાયટી માંથી ભવિષ્યમાં બેંક કેવી રીતે બનાવવી તે અંગે સમજ આપી સોસાયટી ની આગામી સમયમાં થનાર કારોબારી સમિતિની ચૂંટણી અંગે તેવોએ કેવા કારોબારી સભ્યો ચૂંટવા અને સોસાયટીનો વહીવટ સોંપવો કે જેથી સોસાયટીની પ્રગતિ થાય,તે અંગે અન્ય સોસાયટીઓ ના ઉદાહરણ સહિત સમજ આપી હતી.
તેઓએ મુખ્ય મહેમાનો ના ઉદબોધન માં સમાજ ઉથ્થાન ની વિવિધ પ્રવૃતિ ઓમાં પ્રગતિશીલ અને પ્રેરણાદાઈ પ્રદાન આપી રહેલ સમાજ સેવક જ્યંતિભાઈ જાદવ,પણ સોસાયટી ના પ્રગતિ અહેવાલ જોઈને પ્રભાવિત થયા અને સોસાયટીને શુભેચ્છા પાઠવી સભાના અધ્યક્ષ દિનેશભાઇ સોલંકી (તલાટી )એ પણ સોસાયટી એ ખુબજ ટૂંકા ગાળામાં સારી પ્રગતિ કરી તે બદલ અભિનંદન પાઠવ્યા અને આ સોસાયટી ભવિષ્યમાં બેન્ક બને તેવી શુભેચ્છા પાઠવી સોસાયટી ના મહામંત્રી ચીમનભાઈ પરમાર એ ગતવર્ષ ના હિસાબો થી સભાસદો ને અવગત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યકમનું સંચાલન આંતરિક ઓડિટર મહેશભાઈ કે સોલંકી દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. સંસ્થાના કારોબારી સભ્યો હોદેદારો સભાસદો ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્તિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતા.
અહેવાલ યશપાલ સ્વામી