fbpx

કલેકટરના આદેશ પગલે પાલિકા ની ઢોર ડબ્બાની કામગીરી વેગવંતી બની:2 દિવસમાં 40 ઢોરો ડબ્બે કરાયા..

Date:

ડબ્બે કરાયેલ ઢોરોને છોડાવવા આવનાર ઢોરના માલિકે હવે પછી ઢોર રખડતાં નહિ મુકુ તેવું સોગંદનામું લખી આપવું પડશે..

પાટણ તા. 24 પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામા દિન પ્રતિદિન વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસને નિવારવા નગરજનોની અનેક વખતની રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં પાટણ જિલ્લાના તમામ નગરપાલિકા ના ચીફ ઓફિસર સાથે બેઠક યોજી રખડતાં ઢોરોના ત્રાસમાંથી નગરજનોને મુક્ત કરવા ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવા અને રખડતા ઢોરોને ડબ્બે કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.

કલેકટર ના આદેશના પગલે પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરો ને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.જે ઝુંબેશ દરમિયાન બે દિવસમાં નગરપાલિકાની ઢોર ડબ્બા ની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સાલવીવાડા્, પારેવા સકૅલ, છીડીયા દરવાજા,જુના પાવર હાઉસ સહિત ના વિસ્તારો માથી 40 થી વધુ રખડતા ઢોરોને ડબ્બે કરી મોતીસા ખાતેના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા છે.

ડબ્બે કરાયેલ ઢોરોને છોડાવવા આવનાર ઢોર માલિક પાસેથી પાલિકા દ્વારા ઢોર દીઢ રૂ. 3 હજાર દંડ અને ઢોર પકડાયા ના બીજા દિવસ થી રોજના રૂ. 200 ઢોરના રખરખાવ ખચૅ વસુલવાની સાથે ઢોર છોડાવવા આવનાર ઢોર માલિક પાસેથી સ્ટેમ્પ ઉપર હવે પછી પોતાનું ઢોર રખડતુ નહિ છોડે તેવું સોગંદનામું મેળવીને જ ઢોર માલિકને તેનું ઢોર સોપવા પાલિકાના ચિફ ઓફિસર નિતિનભાઇ દ્રારા ઢોર ડબ્બા શાખાને સુચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

તો શહેરમાં રખડતાં ઢોરો નો પાલિકા દ્વારા સર્વે કરાવતા અંદાજિત 800 થી 1000 જેટલા રખડતા ઢોરો શહેરમાં હોવાનું જાણવા મળ્યું છે. પાટણ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા જિલ્લા કલેકટરના આદેશથી હાથ ધરાયેલી રખડતા ઢોરો ડબ્બે કરવાની ઝુંબેશમાં અડચણરૂપ બનનાર ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ સુધીના પગલા ભરવામાં આવશે તેવું પણ પાલિકા ના ચિફ ઓફિસરે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વારાહી ભીડભંજન ગૌશાળાની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મુલાકાત લઇ પ્રીતિ ભોજન ગ્રહણ કર્યું..

પાટણ તા. ૧૬પાટણના વારાહી ખાતે રામગીરી બાપુના નેતૃત્વમાં વિશ્વ...

યુવતીને ચાહનારા યુવકે યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના સાગરીતો સાથે મળીને માર માર્યો..

બનાવની ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી...

તારે મને સુતો હોય ત્યારે ઉઠાડવો નહીં કહી- પુત્રએ માતાને બ્લેડના ઘા માર્યા, પાટણના હાંસાપુરની ઘટના

વાલ્મિકીવાસમાં રહેતી એક વિધવા ઉપર તેનાં પુત્રએ બ્લેડથી હુમલો...

પાટણ ઈએમઆરઆઈ GREEN HEALTH SERVICES 108 દ્વારા EMT ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૪સરદાર પટેલ રમત સંકુલ પાટણ મા 1962/MVD...