ફોમૅ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ન ભરતા ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ બનશે…
પાટણ તા. 24 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) પાટણની તાજેતરમાં યોજાનાર ડીરેક્ટરોની ચૂંટણી માટે ખેડૂત વિભાગ,વેપારી વિભાગ અને ઇતર વિભાગમાં (ખરીદ વેચાણ સંઘ) ભારતીય જનતા પાર્ટીની પેનલના 16 ઉમેદવારોએ ગુરૂવારે 12.39 ના વિજય મુહૂર્ત મા ફોર્મ ભરી જિલ્લા રજીસ્ટારને પોતાના ઉમેદવારી પત્ર સુપ્રત કર્યા હતા. જેમાં વેપારી વિભાગ માંથી ચાર ખેડૂત વિભાગ માંથી 10 અને ઇત્તર વિભાગમાં 2 મળી કુલ 16 ઉમેદવારોએ પોતાનાં ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.
ભાજપ ના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરે તે પૂર્વે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ ની આગેવાની હેઠળ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થી તમામ 16 ઉમેદવારો સાથે ભાજપના આગેવાનો, કાયૅકરોની વિશાળ સંખ્યામાં માકેટ યાડૅ ખાતે આવી પહોંચ્યો હતાં.અને અહીં પ્રસ્થાપિત કરાયેલ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને ફુલહાર કરી તેઓને વંદન કર્યા હતા. અને ત્યારબાદ ક્રમશઃ 16 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્ર ભરી રજીસ્ટાર ને સુપ્રત કયૉ હતાં જોકે ભાજપના ઉમેદવાર સિવાય ફોમૅ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ઉમેદવારો એ ફોમૅ ન ભરતા ભાજપના જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોરે વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ 16 ઉમેદવારો બિનહરીફ થવાનું જણાવ્યું હતું.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ઈતર વિભાગમાં માટે ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો ની નામોની યાદી..ખેડૂત વિભાગ:-સંજયકુમાર ડાહ્યાભાઈ પટેલ,મોહનભાઈ કરશનદાસ પટેલ, ભરતભાઈ ધનજીભાઈ પટેલ,કિરીટકુમાર વિરચંદભાઈ પટેલ,નરેશભાઈ વિરચંદભાઈ પટેલ ,રમેશભાઈ મફાભાઈ રબારી, રાજેન્દ્રકુમાર જયંતિભાઈ પટેલ, શિવાજી કાનાજી ઠાકોર, વેલાભાઈ રામાભાઈ ચૌધરી,વિઠ્ઠલભાઈ અમથાભાઈ પટેલ. વેપારી વિભાગ:-હરેશકુમાર શંકરલાલ મોદી,જયંતિભાઈ ભુદરદાસ પટેલ, રસિકભાઈ લાલજીભાઈ પટેલ, નવિનકુમાર હીરાલાલ પટેલ. ઈતર વિભાગ :-કાન્તિભાઈ ચતુરભાઈ પટેલ, સ્નેહલકુમાર રેવાભાઈ પટેલ નો સમાવેશ થાય છે.
અહેવાલ યશપાલ સ્વામી