fbpx

ચાણસ્માના નારણપુરા નજીક ત્રીપલ અકસ્માતમાંએક વ્યક્તિ મોતને ભેટયો.

Date:

પાટણ તા. 24
પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચાણસ્મા તાલુકાના નારણપુરા નજીક ત્રીપલ અકસ્માતમાં ઈકો ચાલકનું ગંભીર ઈજાઓના કારણે ધારપુર ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકો અને એક વૃદ્ધા ને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ ચાણસ્મા ના કંબોઈ તરફ જઈ રહેલા ટેન્કર સાથે પાછળ આવી રહેલા જીપ ડાલા ના ચાલકે ગફલત ભરી રીતે હંકારીને ટક્કર મારતા હારીજ તરફથી આવી રહેલ ઈક્કો ગાડીને ટ્રેક્ટર એ ટક્કર મારતા ઈક્કો ગાડી અને જીપ ડાલુ રોડની બાજુમાં આવેલી ચોકડીમાં પલટી ખાઈ ગયા હતા.

ઈક્કો ગાડી ના ચાલક ચૌધરી મહેશકુમાર કમલેશભાઈ મૂળ વતન વરસડા દિયોદર જીલ્લો બનાસકાંઠાવાળા હાલ રહે મહેસાણા ને ગંભીર ઇજાઓ થતાં ધારપુર ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇકોના ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઈક્કોમા સવાર ચૌધરી મેઘાબેન કમલેશભાઈ અને બે બાળકો પૈકી દિવ્યરાજ ચૌધરી ઉંમર વર્ષ પાંચ તથા ચૌધરી અશોકભાઈ સોમાભાઈ ને ઈજાઓ થતાં ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માતની જાણ થતા કંબોઈના પૂર્વ સરપંચ અને તેમની ટીમ દ્વારા ઈક્કો ગાડીમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યારે રોડ વચ્ચે જીપ ડાલાના ટક્કરથી ટ્રેક્ટર પલટી મારી જતા તમામ યુવાનોએ ટ્રેક્ટર ને એક બાજુ કરી અકસ્માતના કારણે જામ થયેલો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો, અકસ્માતની જાણ ચાણસ્મા પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી પાટણની ક્રિમા પ્રજાપતિ ને સદભાવ હોસ્પિટલની તબીબી સેવાએ નવજીવન બક્ષ્યું.

જરૂરિયાત મંદ પરિવારને સદભાવ હોસ્પિટલ ના તબીબો,સમાજના દાતાઓ સહિત...

પાટણ યુનિવર્સિટીના કા. કુલપતિ નું વોટ્સએપ DP રાખી ખોટી રીતે ઉપયોગ કરનાર સામે સાયબર ક્રાઈમને ફરિયાદ કરાઈ..

પાટણ તા. ૨૩પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કા.કુલપતિ ડો....

પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અને જોહુકમીના મામલે ત્રસ્ત બનેલા લોકોએ આવેદનપત્ર આપ્યું..

પીઆઇ પી.ડી.સોલંકી તથા સ્ટાફ ભ્રષ્ટાચાર અને હેરાનગતિ કરતાં હોવાના...