વિદ્યાર્થીઓ યોગ્ય સમય પાલન દ્વારા પરીક્ષાની તૈયારી કરે તો પોતાનું ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકે છે..
પાટણ તા. 26 ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ,મહેસાણા ના સહયોગથી શાળાના નવ નિયુક્ત આચાર્ય ધનરાજભાઈ ઠક્કર ના અધ્યક્ષ પદે શનિવારે ધોરણ11, 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગોલ સેટિંગ અને ટાઈમ મેનેજમેન્ટ અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ધો. 11, 12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે સેફ્રોની મહેસાણા થી ખાસ ઉપસ્થિત રહેલા પ્રો. જીગ્નેશભાઈ અને પ્રો.તુષારભાઈ લાખાણી એ સચોટ ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે પોતાનો ગોલ એચિવ કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ ખુબજ અગત્યનો છે. જો ટાઈમ મેનેજમેન્ટ યોગ્ય હોય તોજ વિધાર્થી પોતાની ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકે છે. તેમણે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને ધ્યેય અને ધ્યેય સેટિંગનું મહત્વ, SMART વિદ્યાર્થીઓમાટે ગોલ સેટિંગનો અભિગમ, સમય વ્યવસ્થાપન અને તેનું મહત્વ, કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે અસરકારક ઊંઘ ચક્ર. અસર કારક લક્ષ્ય સિદ્ધિ માટે વિદ્યાર્થીઓ માટેસમય ટ્રેકિંગ પદ્ધતિ વિશેનું માર્ગદર્શન યોગ્ય ઉદાહરણો દ્વારા પૂરું પાડ્યું હતું.
તેમણે ચોક્કસ ઉદાહરણો સહિત સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિએ દિવસ દરમિયાન છ થી સાત કલાકની ઊંઘ ફરજિયાત લેવી જોઈએ. જો કોઈપણ વ્યક્તિ સતત 21 દિવસ કોઈપણ પ્રકારની ક્રિયા કરે તો 22 માં દિવસથી આપો આપ તે ક્રિયા ટેવ બની જાય છે. તેથી વિદ્યાર્થી ભાઈ બહેનો એ આ સાયકોલોજીકલ બાબતને સમજી જરૂરી સમય પાલન 21 દિવસ કરી 22 માં દિવસ થી ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકાશે. આ સેમિનાર માં વિધાર્થી ઓ નો સકારાત્મક અભિપ્રાય જોવા મળ્યો હતો. આ સેમિનાર માં સ્ટાફ મિત્રો અને સાયન્સના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સુપરવાઇઝર શ્રીમતી વર્ષાબેન પટેલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાના સાયન્સ વિભાગના શિક્ષક ભાઈ શ્રી અર્જુનસિંહે કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી