fbpx

સાંતલપુર ના કોરડા નજીક પીક અપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ અકસ્માત માં 1 નું મોત 14 ઘાયલ…

Date:

પાટણ તા. 18
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ પાસે ગતરાત્રીના સુમારે પીકઅપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતની ઘટના મા સાંતલપુર તાલુકાના જાજણસર ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની સાથે 14 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં ની મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાના જાજણસર ગામ થી પીક અપ ડાલા મા બેસીને જીરૂં ને નેદવા ગયેલા 15 થી વધુ લોકો ગતરાત્રે પોતાના ધરે પરત ફરી રહ્યા હતા ત્યારે કોરડા ગામ નજીક પીક અપ ડાલા સાથે સામેથી આવતી જીપ સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું જયારે 14 જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ પહોચી હતી.

રાત્રે બનેલા આ અકસ્માત ને પગલે ઈજાગ્રસ્તોની ચિચિયારીઓ થી આજુબાજુના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત તમામ ને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાંસદ દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ પાટણ લોકસભા વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી..

પાટણ સાંસદ દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ પાટણ લોકસભા વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી.. ~ #369News

સ્તનપાન એ માતા અને બાળક વચ્ચેના મધુર સંબંધ ની શરૂઆત છે.- ડૉ. વર્ષાબેન સી પટેલ…

આર્ટ્સ & કોમર્સ કોલેજ, ચાણસ્માના ગૃહવિજ્ઞાન વિભાગ અને રાષ્ટ્રીય...

પાટણ શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમીત્તે મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા…

પાટણ તા. ૮પાટણ બ્રહ્મક્ષત્રિય છાત્રાલય ખાતે શ્રી હિંગળાજ માતાજીના...