google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા..

Date:

જમીન એન એ કરવા માટે અરજદાર પાસે નાયબ મામલતદાર દ્વારા રૂપિયા પાંચ લાખની માંગણી કરાઈ હતી..

પાટણ તા. 26 પાટણ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારે અરજદાર પાસે જમીન એનએ માટે રૂ. 5 લાખની માગણી કરી હતી જે માગણી સંતોષવા અરજદાર તૈયાર ન હોય આ બાબતે એસીબી નો સંપર્ક કરી શનિવારે છટકું ગોઠવી નાયબ મામલતદાર ને લાચની રકમ રૂ. 5 લાખની સ્વીકારતા રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર વગૅ 3 તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર ભોજાભાઈ ખેર, ઉ.વ.૩૨,નાઓએ આ કામના ફરિયાદીએ જમીન ખરીદેલ,જે જમીનએનએ. કરાવવા સારૂ લાંચ પેટે રૂપિયા 5 ( પાંચ લાખ) ની માંગણી કરેલ.

જે લાંચ ની રકમ ફરિયાદી આપવાં માંગતા ન હોય ફરિયાદી એ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ કરતા શનિવારના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી જનતા હોસ્પિટલ નજીક જનતા મેડિકલ સ્ટોરી ખાતે બોલાવી આક્ષેપિતે રૂા.5 લાખની લાંચની માંગણી કરી, રૂબરૂ સ્વીકારી સ્થળ પર ઝડપાઈ જતા આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ટ્રેપીંગ કામગીરી દરમ્યાન અધિકારી એમ.જે.ચૌધરી.,પો.ઇન્સ. એ.સી.બી.પાટણ તેમજ સુપરવીઝન અધિકારી વી.એસ.વાઘેલા, ઈ.મદદનીશ નિયામક,એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ હાજર રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાજ્ય સરકાર દ્વારા પીવા ના પાણી ની ફરિયોદ માટે ટોલ ફ્રી નંબર કરાયો જાહેર

રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ...

ઉનાળો શરૂ થતાજ પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં ઓછા ફોર્સ થી પાણી મળતું અને બુમરાડ ઉઠી..

પાણીની સમસ્યાનું નિરાકરણ માટે નગર પાલિકાની વોટરવર્ક શાખા દ્વારા...

સરસ્વતી તાલુકાનો કિશોરી મેળો અધાર સીએચસી સેન્ટર ખાતેયોજાયો…

સરકારની વિવિધ યોજના ની જાણકારી આપતાં વિવિધ સ્ટોલ ગોઠવવામાં...