google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી પદ્મનાભ મુકિતધામ ખાતે યજમાન પરિવારોના વરદ હસ્તે દશા અવતાર ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

Date:

શ્રી પદ્મનાભ મુક્તિધામ ના વિકાસ માં તન,મન અને ધન થી સહયોગી બનતા સમાજના દાતા પરિવારોનો આભાર વ્યક્ત કરાયો.

પાટણ તા. 27 પાટણ શહેરના શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર પરિસર ની પાછળ આવેલા શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે રવિવાર ના પવિત્ર દિવસે દશા આવતાર ની મૂર્તિ પ્રતિષ્ઠા નો મહોત્સવ યજમાન પરિવારોના વરદ હસ્તે આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે આયોજિત કરવામાં આવેલ આ દશા અવતાર મૂર્તિ પ્રતિષ્ઠા ના મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહેલા યજમાન પરિવારોએ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે દરેક મંદિરોમાં વિવિધ દેવી-દેવતાઓની 10 અવતાર દર્શાવતી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી ધન્યતા અનુભવી હતી. શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર પાછળ આવેલ મુકિતધામ નો છેલ્લા કેટલાક મહિનાથી નવનિયુકત શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ ના સભ્યો અને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજના સેવાભાવી આગેવાનો, યુવાનો,કાર્યકર્તાઓ દ્વારા વિકાસના કામો કરી મુક્તિધામ ને વિકસાવવામાં આવ્યું છે આ વિકાસ કાર્યો મા સમાજના દાતા પરિવારનો પણ સુંદર સહયોગ સાપડી રહ્યો હોવાનું શ્રી મુકિતધામ વિકાસ સમિતિ અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર માંથી વિદેશી દારૂ બીયર કુલ ૨૬૪ નંગ સાથે રાધનપુર પોલીસે બુટલેગર ને ઝડપી લીધો..

કિ.રૂ.૨૮૫૧૨ નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી..પાટણ...

પાટણ જિલ્લા પંચાયત નું રૂ. ૨૨૮ કરોડની પુરાંત વાળુ અંદાજપત્ર સવૉનું મતે મંજૂર કરાયું…

પાટણ તા. ૭પાટણ જિલ્લા પંચાયત પાટણની સામાન્ય સભાની બેઠક...

પાટણ જિલ્લા પંચાયત ની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે દિપક પટેલ ની વરણી કરાઈ..

પાટણ તા. ૧૧પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે...

ઉનાળાની શરૂઆત પૂર્વેજ કાકોશીમાં પીવાના પાણી ની મોકાણ સજૉઈ…

બોર ઓપરેટર ને વહીવટદાર છાવરતા હોવાના આક્ષેપ કરતાં ગ્રામજનો…પાણી...