fbpx

પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે રૂ. ૯.૨૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગર ઝડપ્યા…

Date:

પાટણ તા. ૬
હારીજ પો.સ્ટે. વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયરની કુલ બોટલ ટીન નંગ-૧૭૨૯ સહીત કુલ કિ.રૂ.૯,૨૫, ૨૩૨નો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને પાટણ એલસીબીએ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. પોલીસ અધિક્ષક પાટણ ના ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે વી.આર.ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલસીબી પાટણનાઓ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની એસ-ક્રોસ ગાડી નં. GJ03 JC1573 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી થરા થી બોરતવાડા ગામ તરફ આવી રહેલ છે જે હકીકત આધારે જુનામાંકા થી બોરતવાડા ગામ જવાના રસ્તા ઉપર આવેલ નર્મદા માઇનોર કેનાલના પુલ ઉપર ટીમે નાકાબંધી કરતા નાકાબંધી દરમ્યાન હકીકતવાળી એસ-ક્રોસ ગાડી નિકળતા તેને ઉભી રખાવી તલાસી લેતા ગાડી માથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની કુલ બોટલ-ટીન નંગ-૧૭૨૯ કિ.રૂ.૨,૧૫,૨૩૨ તથા એસ-ક્રોસ ગાડી કિ. રૂ. ૭, ૦૦, ૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૯,૨૫,૨૩૨ ના મુદામાલ સાથે બે ઇસમ બિશ્નોઇ (માંઝુ) નરેન્દ્રકુમાર જયકિશન ગંગારામ ઉ.વ. ૨૪ રહે. ભાગલભીમ ગામ પાંચ કુવા તા. ભીનમાલ જી. ઝાલોર (રાજસ્થાન) અને બિશ્નોઇ (બેનીવાલ) સુનીલ ભવરલાલ જગમાલા રામ ઉ.વ. ૨૨ રહે. હેમાગુડા ઝાપા જવાના રસ્તે તા. ચીતલવાણા જી. સાંચોર (રાજસ્થાન)ની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલા બિશ્નોઇ (ઢાકા) ઘેવરરામ રહે. ધોરી મન્ના રાજસ્થાન (માલ ભરી આપનાર) ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિસનગર-નોરતા એસટી બસનો નોરતા રાત્રી વોલ્ટ નો પ્રારંભ કરાવતાં પ. પૂ. દોલતરામ બાપુ..

પાટણ તા. ૨૫પોષી પૂનમના પવિત્ર દિવસે વિસનગર ડેપોની નવીન...

પાટણનાં ૪૯ કરોડનાં કાંડનાં આરોપીને ચેક રિટર્ન કેસની સજા મા અટકાયત કરી જેલ હવાલે કર્યો…

પાટણ તા. ૨૨પાટણના નવાગંજ બજારનાં ચાની કિટલીવાળા ખેમરાજ દવેને...