fbpx

પાટણ શ્રી વાઘેશ્વરી શ્રીમાળી સોની મંડળની વાર્ષિક સાધારણ સભાની બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. ૩
પાટણ શ્રી વાઘેશ્વરી શ્રીમાળી સોની મંડળ પાટણની વાર્ષિક સાધારણ સભા પાટણ ખાતે સમાજના વટવૃક્ષ સમા વડીલ પી.ડી. સોનીની વિશેષ ઉપસ્થિતિ માં મળી હતી.જેમાં આગામી બે વર્ષ માટેના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અમિત ભાઈ કે.સોની, ઉપપ્રમુખ ચિરાગભાઈ વી. સોની (સમૌ), મંત્રી ભાવેશભાઈ એસ. સોની, સહમંત્રી અનિલકુમાર એચ.સોની, ખજાનચી, યોગેશ ભાઈ એસ. સોની, સહ ખજાનચી રવિભાઇ એન. સોનીની સાથે કારોબારી અને આમંત્રિત સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

પાટણ વાઘેશ્વરી માતાજીની વાડીમાં આયોજિતસામાન્ય સભાની બેઠકમાં ઉપસ્થિત સૌ અગ્રણીઓનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તત્કાલીન પ્રમુખ કિરીટ ભાઈ સોની એ બે વર્ષ દરમ્યાન સમાજકાર્યમાં સહયોગીઓનો આભાર વ્યકત કર્યો હતો.મંત્રી કિશનભાઈ સોનીએ બે વર્ષ ની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો.ખજાનચી ચિરાગભાઈ સોનીએ વિવિધ કાર્યક્રમોની આવક જાવક ના હિસાબોનું સરવૈયું રજૂ કરી સમાજના ઉદારદિલ દાતાઓના સહયોગથી મંડળના ભંડોળમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.

સામાન્ય સભામાં મંડળના આમંત્રણને સ્વીકારીને ઉપસ્થિત રહેલા શ્રીમાળી સોની પ્રગતિ યુવક મંડળ પાટણના પ્રમુખ કૃણાલભાઈ એસ. સોની, મંત્રી સંજયભાઈ સોની, હર્ષદભાઈ સોની, મહેશભાઈ સોનીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વાઘેશ્વરી શ્રીમાળી સોની મંડળના બે વષૅ માટે નિયુકત કરવામાં આવેલ પ્રમુખ સહિત ના હોદેદારોએ જ્ઞાતિ ગંગાનો આભાર વ્યકત કરતાં સમાજની પ્રગતિમાં સૌના સહયોગની કામના વ્યકત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતઅખિલ હિંદ શ્રીમાળી સોની મહાંમડળના પાટણ બેઠકના સર્વાનુમતે વરાયેલા કલ્પેશ ભાઈ વી. ચોકસીનું બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ પ્રમુખ બી. આર. સોની, વિનોદ ભાઈ સોની, પ્રકાશભાઈ સોની સહિતના સમાજના અગ્રણીઓ, મહિલા પાંખના હોદ્દેદારો, આંમત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મોભી પી.ડી. સોનીએ સમાજની પ્રગતિને બિરદાવતા અનુશાસનમાં રહી વધુ શ્રેષ્ઠ કાર્યો અને ઉચ્ચ શિક્ષણ થકી શ્રેષ્ઠતા હાંસલ કરવા સાથે નવિન હોદ્દેદારોને બિરદાવી આર્શિવચન  પાઠવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાંસદની રજુઆત ને પગલે સિધ્ધપુર રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ માટે રૂ. 30.33 કરોડ ફાળવાયા..

પાટણ સાંસદની રજુઆત ને પગલે સિધ્ધપુર રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ માટે રૂ. 30.33 કરોડ ફાળવાયા.. ~ #369News

પાટણના રાધનપુર ભાભર હાઇવે માર્ગ પર બ્રેઝા કારમાં આગ ભભૂકી અફરા તફરી મચી..

પાટણના રાધનપુર ભાભર હાઇવે માર્ગ પર બ્રેઝા કારમાં આગ ભભૂકી અફરા તફરી મચી.. ~ #369News

પાટણ યુનિવર્સિટી રંગભવન કેમ્પસ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો..

પાટણ યુનિવર્સિટી રંગભવન કેમ્પસ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો.. ~ #369News