fbpx

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા 39 માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું…

Date:

39 મા સમુહ લગ્નમાં 12 નવદંપતિઓ સમાજની સાક્ષી એ સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડશે..

પાટણ તા. ૧૨
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 14 ડિસેમ્બરના રોજ શ્રી પદમનાથ ભગવાનના સાનિધ્યમાં 39 માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલા 39 માં સમૂહ લગ્નમાં 12 નવ દંપતિઓ સમાજની સાક્ષી અને સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડશે..પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલા 39 માં સમૂહ લગ્ન પ્રસંગે સમાજના દાતાઓ તરફથી પણ નવદંપતીઓને વિવિધ ભેટ સોગાદો અપૅણ કરવામાં આવશે.

તો નવદંપતિઓને આશિર્વાદ પાઠવવા પ્રજાપતિ સમાજના સંતો- મહંતો અને સમાજ આગેવાનો ઉપસ્થિત રહેશે. પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના 39 માં સમૂહ લગ્ન ઉત્સવ ને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ,મંત્રી નીરૂભાઈ પ્રજાપતિ સહિત સમૂહ લગ્ન સમિતિના પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ પ્રજાપતિ, વિજયભાઈ સ્વામી, કનુભાઈ પ્રજાપતિ સહિત કારોબારી સમિતિ દ્વારા સુંદર તૈયારીઓ કરવામાં આવી હોવાનું સમૂહ લગ્ન સમિતિ એ જણાવ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની શેઠ એમ.એન. પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ..

પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં...

સિદ્ધપુર ના નાગવાસણા ગામે શ્રી ધારંબા માતાજી ના પાટોત્સવ ની ભક્તિ સભર ઉજવણી કરાઈ..

હવન યજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટયુ… પાટણ...

યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન….

પાટણ તા. ૩૦હેેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા છેલ્લા...