google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શેઠ એમ.એન.પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

Date:

આજ રોજ ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ભારતીય તહેવારોની પરંપરાને ભારતના ભાવિ નાગરિકો જાને તેમજ તેના મહત્વ વિશે પણ સમજણ કેળવે તે હેતુ થી આજ રોજ શેઠ એમ. એન પ્રાથમિક શાળામાં રાખડી સ્પર્ધા યોજવામાં આવી જેમાં વેસ્ટ વસ્તુઓનો પોતાની સુષુપ્ત કળાનો ઉપયોગ કરીને બાળકોએ અદ્ભૂત રાખડીઓ બનાવી હતી. જેમાંથી ધોરણ પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા. સ્પર્ધા પૂર્ણ થયા પછી રક્ષાબંધન તહેવારની સમૂહમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

જેના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળાના પ્રાંગણમાં તથા પ્રાર્થના હોલમાં આ તમામ વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા જ્યાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ પોતાના ભાઈઓના લલાટ પર કુમકુમ તિલક કરી તેમના હાથ પર સુંદર રાખડી બાંધી હતી અને ચોકલેટથી ભાઈઓનું મોં મીઠું કરાવ્યું. ભાઈઓએ પણ બહેનોનું રક્ષણ કરવાનું વચન આપેલ અને બહેનોને વિવિધ સુંદર ભેટ આપી હતી.

આ શુભ પ્રસંગમાં શાળાના ઈ.ચા આચાર્યશ્રી વસંતભાઈ પટેલે શાળાના સર્વે પરિવાર તરફથી બાળકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બિપરજોય ના પગલે યુનિવર્સિટી સંલગ્ન ચાર જિલ્લા ની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને વહીવટી કાર્ય ચાલુ રાખવા પરિપત્ર કરાયો..

પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા અને મહેસાણાની યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો ને પરિપત્ર...

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો..

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો.. ~ #369News

પાટણનાં જાણીતા કુસ્તીબાજ ગૌરાંગ રામીની ગુજરાત કુસ્તી એસો.નાં સેક્રેટરી તરીકેની નિયુક્તિને સન્માનિત કરાઈ..

પાટણનાં જાણીતા કુસ્તીબાજ ગૌરાંગ રામીની ગુજરાત કુસ્તી એસો.નાં સેક્રેટરી તરીકેની નિયુક્તિને સન્માનિત કરાઈ.. ~ #369News

મતદાતા ચેતના અભિયાન અંતગૅત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ..

પાટણ તા. 23 મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુધવારે પાટણ...