fbpx

પાટણ સ્થિત પાટણવાડા સહસ્ત્ર બ્રહ્મ સમાજ પાટણ નો સમૂહ યજ્ઞો પવિત કાર્યક્રમ યોજાયો..

Date:

સમૂહ યજ્ઞો પવિત કાર્યક્રમમાં 92 બ્રાહ્મણોએ જોડાઈ જનોઈ ગ્રહણ કરી… પાટણ તા.31.અરવલ્લી ના ભિલોડા ખાતે પાટણ સ્થિત પાટણ વાડા ઔદિત્ય સહસ્ત્રબ્રહ્મ સમાજનો સમૂહ યજ્ઞ પવિત કાર્યક્રમ અરવલ્લી ના ભીલોડા ખાતે ભકિત સભર માહોલમાં યોજાયો હતો.આ સમૂહ યજ્ઞો પવિત કાર્યક્રમ માં 92 જેટલા ભૂદેવોએ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે સમૂહ મા જનોઈ ધારણ કરી યજ્ઞ પવિત પ્રસંગને દિપાવ્યો હતો.

રક્ષાબંધન ના પવિત્ર દિવસે ત્રણ લક્ઝરીઓ માં ભૂદેવ પરિવારોએ ભિલોડા ગામે આવેલ. ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ પાટણવાડા અવધૂત સહસ્ત્ર બ્રહ્મ સમાજ ના ઉપપ્રમુખ અંબાલાલ જાની ના અધ્યક્ષ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ મા ઉપસ્થિત સૌનું લાભશંકર જોશીએ શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ હતા તો સંસ્થાના પ્રમુખ અમૃતલાલ મહેતા એ સંસ્થા ની સેવાકીય પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમના ભોજન દાતા રમણલાલ ઠાકર નુ તેમજ અન્ય દાતા પરિવાર ના મહેન્દ્રભાઈ મહેતા મણિયારી, અમરતભાઈ પટેલ સંખારી, ઈલેશભાઈ ઉપાધ્યાય બાલીસણા, ચંદ્રકાંતભાઈ રાવલ કંબોઈ, વાસુભાઈ સાધુ લીલીવાડી વાળાનું મહાનુભાવો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મૂળશંકર વ્યાસ, સંજય પંચોલી, પ્રવીણ જોશી, કિર્તીભાઈ ઠાકર, હસમુખભાઈ રાવલ્,અશ્વિન પંડ્યા, મુકેશભાઈ પંડ્યા સહિત નાઓએ જહેમત ઉઠાવી હતી.તો કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ દવે કર્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અસામાજિક પ્રવૃતિને નાબૂદ કરવા સાંતલપુર પોલીસ દ્વારા સિધાડા ગામમા રાત્રી ના સમયે કોંબિંગ કરાયું..

પાટણ તા. ૩૦પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃતિને નાબૂદ કરવા ગતરોજ...

બિપરજોય વાવાઝોડાના સમયે અબોલ જીવો માટે કરૂણા વ્યકત કરતા પાટણ જિ.પં.પ્રમુખ ભાનુમતીબેન

બિપરજોય વાવાઝોડાના સમયે અબોલ જીવો માટે કરૂણા વ્યકત કરતા પાટણ જિ.પં.પ્રમુખ ભાનુમતીબેન ~ #369News