fbpx

લણવા ની ત્રિભુવન વિદ્યાલય ખાતે રમતોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

Date:

એપોલો ગ્રુપના અજીતભાઈ પટેલ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા..

પાટણ તા. 31 પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ખાતેની ત્રિભુવન વિદ્યાલય ખાતે ગુરૂવારે રમતોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળા સંચાલક મંડળના મેનેજિંગ ટ્રસ્ટી અને એપોલો ગ્રુપ સાથે સંકળાયેલા અજીતભાઈ પટેલ, સંસ્થાના મંત્રી નીતિનભાઈ પટેલ સહિત મિતુલભાઈ પટેલ, શ્રીમતી પલકબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટીઓ,શાળાના આચાર્ય અને શિક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે રમતોત્સવના પ્રારંભ પૂર્વે વિવિધ સ્પધૉમા ભાગલેનાર ખેલાડીઓ દ્રારા માર્ચ પાસ્ટ નું આયોજન કરાયું હતું તેમજ મશાલ દોડ યોજી ખેલાડીઓને જ્યોત અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ અંતર્ગત 100 મીટર દોડ,ખોખો,વોલીબોલ, કબડ્ડી જેવી રમતોમાં શાળા સંકુલના 200 જેટલા વિદ્યાર્થી ઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રમતો માં વિજેતા બનેલા પ્રથમ ત્રણ ક્રમના ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શાળાના આચાર્ય ડૉ. સમીર એમ. પટેલ, પૂર્વ આચાર્ય મહેશભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવીને રમતોત્સવનું સુંદર આયોજન કરાયું હતું. આ પ્રસંગે લણવા વિધાલય ના સ્થાપક સ્વ. શહિદવીર ત્રિભોવન કાકા ના પપૌત્ર અયાન અને નિયાંને ઉપસ્થિત રહીને ખેલાડી બાળકોને ન્યુટ્રીશન, સ્પોર્ટ્સ અને તંદુરસ્તી બાબતે માહિતગાર કર્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રોટરી કલબ દ્વારા આયોજિત તરણ સ્પર્ધામા 110 સ્પૅધકોએ ભાગ લીધો…

વિજેતા સ્પૅધકોને શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.. પાટણ તા. ૨૩રોટરી...

પાટણ લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે 7 ફોર્મ ભરાયા..

પાટણ લોકસભા બેઠક પર ટોટલ 13 ઉમેદવારોએ 19 ફોર્મ...