શિક્ષકો ના ઝઘડાની વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થતી હોય શિક્ષકોની બદલી કરવા ગ્રામજનોની માંગ..
તાલુકા શિક્ષણાઅધિકારી આ મામલે બિન કેળવણી શિક્ષક ને તપાસના આદેશ આપ્યા..
પાટણ તા. 31 પાટણ જિલ્લાના હારિજ તાલુકાના સરવાલ ગામની પ્રાથમિક શાળામાં અવાર નવાર શિક્ષક સ્ટાફના ઝઘડાઓથી કંટાળી જઈ ગ્રામજનોએ ગુરૂવારે ભેગા થઈને શાળાના ગેટને તાળાં બંધી કરી શાળાના બંન્ને દોષિત શિક્ષક શિક્ષિકાની બદલી ના થાય ત્યાં સુધી શાળાએ બાળકોને નહી મુકવા નિર્ણય વાલી દ્રારા કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં હારીજ તાલુકાના સરવાલ ગામે પ્રાથમિક શાળા કાર્યરત છે જેમાં શાળા માં આચાર્ય રમેશભાઈ દેસાઈ અને શિક્ષિકા આશાબેન દેસાઈ ના અવાર નવાર ઝગડા અને અસભ્ય વર્તનથી શાળાના છાત્રો સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સરવાલ ગામના રહીશો એ જણાવ્યા હતું કે મંગળવારના રોજ શાળામાં બે શિક્ષકો સાથે બબાલ થતા છાત્રોએ વાલીઓને જાણ કરી હતી વાલીઓ રક્ષાબંધન ની બુધવારે રજા હોઈ ગુરુવારે સ્કૂલ ખુલતાની સાથે સ્કૂલ મા આવી પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી તાલુકા પંચાયત સદસ્ય સહિત અગ્રણીઓએ શાળાના દરવાજા ને તાળું મારી દીધું હતું. અને વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા નહોતા.અને જ્યા સુધી શિક્ષિકા આશાબેન અને આચાર્ય રમેશભાઈ દેસાઈ ની બદલી ના થાય ત્યાં સુધી છાત્રોને શાળાએ નહિ મુકવા નિર્ણય કર્યો હતો. આ બાબતે તાલુકા શિક્ષણા અધિકારી નનું ભાઈ એ જણાવ્યું હતું કે બિન કેળવણી શિક્ષક ને આ મામલે તાપસના આદેશ આપ્યા છે જેનો રિપોર્ટ આવે એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ આપવામાં આવશે.
અહેવાલ યશપાલ સ્વામી