વિદેશી દારૂ બિયર ની બોટલો,ગાડી મળી રૂ. 8,73,160 નો મુદામાલ જપ્ત પોલીસે જપ્ત કર્યો..
પાટણ તા. 1 પાટણ એલસીબી પોલીસ ટીમે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે પસાર થઇ રહેલ ગાડી સહિત બે શખ્સો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ હેરાફેરી કરતી પાટણ પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે.વિસ્તારમાં દારૂ જુગારની બદી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક સિલ્વર કલરની એસ ક્રોસ ગાડી નં.GJ-18-BE-1086 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર નો જથ્થો ભરી પાલનપુર તરફથી આવી મહેસાણા તરફ જનાર છે. જે હકીકત આધારે એલસીબી ટીમે નાકાબંધી કરી બાતમી મુજબની સ્કોર્પીયો ગાડી પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડી માંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની કુલ બોટલ/ટીન નંગ -378 જેની કુલ કિં.રૂ.1,58,160 નો પ્રોહી મુદામાલ તથા એસ.ક્રોસ ગાડી નં. GJ-18- BE-1086 ની કિં.રૂ.7 લાખ/- તથા મોબાઇલ ફોન નંગ-2 કિં.રૂ.15000/- મળી કુલ રૂ.8,73,160 ના મુદામાલ સાથે બેલીમ જહાગીરખા દીલાવરખા અને પઠાણ સોકેતખાન સલીમખાન રહે.બન્ને સાંચોર રાજસ્થાન વાળા ને ઝડપી આ કેસમાં સંડોવાયેલ પ્રજાપતિ ઉર્ફે મારવાડી અશોકભાઇ રૂપાજી રહે આબુરોડ ગીરવર તા આબુરોડ જી.સિરોહી,ભાટી રમેશભાઇ રહે. મુગથલા તા.આબુરોડ અને વસંતભાઇ ખત્રી ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી