ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુ ની પ્રેરણાથી આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞ ના દશૅન કરી પાટણના ધમૅ પ્રેમી નગરજનો ધન્ય બન્યા..
પાટણ તા.1 ધર્મની નગરી પાટણ શહેરમાં સરસ્વતી નદીના કાંઠે આકાર પામેલા નવ્ય ભવ્ય શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા શ્રાવણ વદ બીજ ને તા. 1/9/2023 શુક્રવાર ના પવિત્ર દિવસ થી શ્રાવણ વદ બારસ તા.11/9/2023 ને સોમવાર સુધી આયોજિત કરવામાં આવેલ અતિરુદ્ર મહાયજ્ઞ નો ભક્તિ સભર માહોલ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અતિરુદ્ર મહાયજ્ઞ ના આયોજન માટે પ્રેરણા આપનાર ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો લંકેશ બાપુ પણ આ અતિરુદ્ર મહાયજ્ઞ મા સહભાગી બનવાના છે ત્યારે આ ભવ્યાતિભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞ ના પ્રારંભ પ્રસંગે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ પાટણના ધમૅ પ્રેમી નગરજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞ પ્રારંભ ના દશૅન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં શુક્રવારે શરૂ થયેલા અતિરૂદ્ર મહાયજ્ઞના મુખ્ય યજમાન પદે ડિમ્પલબેન (લીલીબેન) શૈલેષકુમાર દિલીપભાઈ ચૌધરી પરિવાર અને સ્વ.બેચરભાઈ બદસંગભાઈ ચૌધરી સમસ્ત પરિવાર મહેસાણા સાથે સહ યજમાન પદે મયુરભાઈ ચુનિલાલ પટેલ સમસ્ત પરિવાર પાટણ, અરવિંદ કુમાર ચિમનલાલ ભીલ સમસ્ત પરિવાર પાટણ વાળા એ બિરાજમાન થવાનો લ્હાવો મેળવ્યો છે. પાટણ સરસ્વતી નદી કાંઠે આવેલ શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી અતિરૂદ્ર મહાયજ્ઞ ના આ ધામિૅક પ્રસંગને અનુરૂપ રોજેરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવનાર હોય શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર સમિતિ ના આયોજકો દ્રારા પાટણની ધમૅ પ્રેમી જનતાને આ ધામિર્ક ઉત્સવો નો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી