fbpx

પાટણ મહિલા મંડળ ખાતે સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને ઉલ્લાસ એપ વિશે માહિતગાર કરાઈ..

Date:

પાટણ તા. 1 “આંતર રાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ”ની ઉજવણી નાં ભાગ રૂપે શુક્રવારે મહિલા મંડળ પાટણ ખાતે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણની કચેરી દ્વારા સાક્ષરતા કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સાક્ષરતા કાર્યક્રમમાં 70 જેટલી બહેનો એ ઉપસ્થિત રહી મહાનુભાવો પાસેથી માગૅદશૅન પ્રાપ્ત કયુઁ હતું.

મહિલા મંડળના પ્રમુખ જાગૃતિબેન પ્રજાપતિ, મંત્રી સંધ્યાબેન પ્રધાન, કોશાઘ્યક્ષ મીનાબેન પંચાલ,સહમંત્રી યશોદાબેન સોની, દિપીકાબેન શાહ, હર્ષાબેન ખમાર, પુષ્પાબેન પંચાલ તથા નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ ની કચેરી માંથી ડૉ.મધુબેન દેસાઈ,નાયબ જિલ્લા નિરંતર શિક્ષણા ધિકારી તથા જાનકીબેન પરમાર સહિતનાઓ ખાસ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉલ્લાસ એપ વિષે તથા મહિલાઓ માં શિક્ષણની જાગૃતિ ફેલાય એ અંગે મહાનુભાવો દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી મા ભાષા ભવન શરૂ કરવા આવેદનપત્ર અપાયું…

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંત દ્રારા કા. કુલપતિને...

પાટણ સાંસદ ની શ્રી રોટલીયા હનુમાન મંદિર ખાતે રોટલી અને રોટલા થી તુલા વિધિ કરવામાં આવી…

દાદાના સાનિધ્યમાં આયોજિત કાર્યક્રમને લઈ પાટણ સાસદે ધન્યતા અનુભવી.. પાટણ...