પાટણ તા. 1 પાટણ મા પવિત્ર પર્યુષણ પવૅ નિમિત્તે કતલખાનાઓ ,ચિકનસોપ,મીટશોપ, તથા માંસ,માછલી અને ઈંડાનુ વેચાણ તથા માંસાહારી આઇટમનું વેચાણ બંધ રખાવવા બાબતે શુક્રવારે જિલ્લા કલેકટર ને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર ના કારોબારી મેમ્બર તથા પાટણ પાંજરાપોળ ના માનદમંત્રી દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કલેકટર ને લેખિત મા કરાયેલી રજૂઆત મા તેઓએ જણાવ્યું છે કે જૈન ધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે અને તેમાંયે આગામી દિવસોમા જૈનોનું મહાનપર્વ પર્યુષણ પર્વ આવી રહ્યું છે જેને જૈન સમાજ પરંપરાથી અહિંસા પર્વ તરીકે ઉજવે છે અને આ પવૅ દરમ્યાન હિંસાની સમગ્ર પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવતી હોય છે. તો ગુજરાત સરકારે પણ આ બાબતે પરિપત્ર કરી પર્યુષણ પવૅ મા તમામ કતલખા નાઓ બંધ રખાવવા જણાવેલ છે ત્યારે પાટણ શહેર અને તેના હદ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસરના કતલખા નાઓ,ચિકન સોંપો અને મટન સોંપો સાથે માછલી ની દુકાનો બંધ રખાવવા તેઓએ રજૂઆત મા જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી