પાટણ તા. 1 વિદ્યાર્થીઓ માં બૌધિક વિકાસ અને સામાન્ય જ્ઞાન મા અભિવૃધ્ધિ થાય તે માટે શાળા કક્ષાએ ક્વિઝ લેવામાં આવતી હોય છે ત્યારે શનિવારના રોજ ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઇસ્કુલ માં ધોરણ 11, 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઈ પટેલ ના અધ્યક્ષ પદે વિષય વસ્તુ અંતર્ગત વિજ્ઞાન ક્વિઝ યોજાઈ હતી. આ કવિ મા ધો.11 સાયન્સ ના બે અને 12 સાયન્સ ના બે એમ ચાર – ચાર વિદ્યાર્થીઓ ની કુલ પાંચ ટીમ બનાવવામાં આવી હતી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ ઉપરાંત ગણિત શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો ની ફોટા ઉપરથી ઓળખ અને શોધ તેમજ છેલ્લે બાળકો ને સૌથી વધારે મજા આવે તેવો રેપિડ ફાયર રાઉન્ડ પણ રાખવામાં આવેલો હતો. આ ક્વિઝ માટેની પાંચ ટીમો ના નામ પાંચ મહાભૂતો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ રાખવામાં આવેલઆ પ્રકાર ની ક્વિઝ થી વિદ્યાર્થીઓમાં વિષયવસ્તુનું જ્ઞાન તો વધે જ છે સાથે સાથે ગુજકેટ, જી, નીટ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી MCQ પણ સારી રીતે તૈયાર થઈ જાય છે. આ ક્વિઝ માં પ્રથમ નંબરે પૃથ્વી અને દ્વિતીય નંબરે જળ ટીમ વિજેતા બની હતી. મદદનીશ શિક્ષક રમેશભાઈ વાગડિયા કે જેમણે ખૂબ જ સુંદર ક્વિઝ માસ્ટર તરીકેની કામગીરી નિભાવી હતી તો વાઘેલા અર્જુનસિંહ, પ્રજાપતિ વિષ્ણુભાઈ અને વર્ષાબેન પટેલ કે જેમણે ખૂબ જ મહેનત કરી ક્વિઝ તૈયાર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા માં 80 ટકા વિદ્યાર્થીઓ ગ્રામ્ય કક્ષાએથી આવે છે અને આ બધાજ વિદ્યાર્થીઓ એ તેમના અભ્યાસ કાળ દરમ્યાન એક પણ વખત ક્વિઝ માં ભાગ લીધેલ ન હતો અને આજે પ્રથમ વખત ક્વિઝ માં ભાગ લઈ આનંદ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા થનાર બંને ટીમના સ્પર્ધકો અને ભાગ લેનાર તમામ સ્પર્ધકો તથા તૈયાર કરનાર તમામ સાયન્સના શિક્ષક ભાઈ બહેનોને મંત્રી મનસુખભાઈ પટેલ, સમગ્ર સંચાલક મંડળ, આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી