17 વિદ્યાર્થીઓએ 17 મેડલ મેળવી શાળા ને ગૌરવ અપાવ્યું…
શાળા ના 17 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પધૉ મા ભાગ લેવા જશે..
પાટણ તા. 2 રમત ગમત એ વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સર્વાંગી વિકાસ માટે જીવનનો એક ભાગ છે. ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલ અખિલ ભારતીય શાળાકીય ટેકવેન્ડો ની જિલ્લા કક્ષાની ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા પાટણ ની શેઠ એમ એન પ્રાથમિક શાળાના હોલમાં યોજાઇ હતી. આ સ્પધૉ મા શેઠ એમ.એન.હાઇસ્કુલ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ સમગ્ર પાટણ જિલ્લાની માધ્યમિક શાળાઓ માં ટેકવેન્ડો રમત માં ઉત્કૃષ્ટ દેખાવ કરી 17 જેટલા મેડલ મેળવી શાળા ને ગૌરવ અપાવ્યું છે. ગૌરવ મેળવનાર વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પધૉ મા ભાગ લેવા માટે જશે.
આ ટેકવેન્ડો સ્પર્ધામાં પાટણ જિલ્લાનીશાળાઓ માંથી કુલ 179 ભાઈઓ સ્પર્ધકો અને બહેનોમાં 145 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.ઉત્તર ગુજરાત યુવક મંડળ ના પ્રમુખ ડૉ.જે.કે.પટેલ,ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, મંડળ ના વહીવટી દિનેશભાઈ પટેલ, શાળા ના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવાર તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક નરેશભાઈ પટેલને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..
અહેવાલ યશપાલ સ્વામી