fbpx

જન્માષ્ટમીના પાવન દિવસે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી ના વરદ હસ્તે ગર્ભ સંસ્કાર ધામ નો પ્રારંભ કરાયો…

Date:

પાટણ તા. ૨૬
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમીના પાવન દિવસે માતૃત્વની સેવાના એકમાત્ર ઉદ્દેશ સાથે સિધ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગોકુલ ગર્ભ સંસ્કાર ધામની શુભ શરૂઆત રાજયના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બાળકનો ૮૦% વિકાસ ગર્ભમાં જ થાય છે. તે દરમ્યાન પ્રાચીન વિજ્ઞાન એટલે “ગર્ભ સંસ્કાર” દ્વારા આપેલ જ્ઞાન, તેના સમગ્ર જીવન પર્યંત બાળકને ખૂબ જ ઉપયોગી થાય છે.

ગર્ભસંસ્કાર દ્વારા બાળક માં ઈચ્છિત ગુણોનું સિંચન અને અનિચ્છિત ગુણોની બાદબાકી કરી શકાય છે. આ પ્રસંગે ડૉ. મહેશભાઈ અખાણી, ડૉ. પ્રલાદભાઈ, ડૉ.દીપુબા દેવડા, અનિતાબેન પટેલ, ડો.મિત્તલબેન વ્યાસ, શ્રીમતી ભીખીબા રાજપૂત, તેજલ બેન રાજપૂત, ડૉ.સ્મિતાબેન પંચાલ, ડૉ. ગ્રીષ્મા બેન તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આઠ જેટલી સગર્ભા મહિલાઓ ગર્ભ સંસ્કાર ધામમાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ખાતે મળેલી બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર ની બેઠકમાં રૂ 1.51 કરોડનું બજેટ રજૂ કરાયું..

કાર્યકારી કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે...

પાટણના રશિયન નગરની મહિલાઓએ પાલિકા કેમ્પસમાં પાણી મુદ્દે થાળી વેલણ વગાડી માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો..

પાટણના રશિયન નગરની મહિલાઓએ પાલિકા કેમ્પસમાં પાણી મુદ્દે થાળી વેલણ વગાડી માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો.. ~ #369News

પાટણના ડાભડી ગામ ની સીમમાંથી નકલી જીરૂં બનાવવાની ફેકટરી ઝડપાઇ

પાટણના ડાભડી ગામ ની સીમમાંથી નકલી જીરૂં બનાવવાની ફેકટરી ઝડપાઇ ~ #369News