ચૂંટણી પૂર્વે ભાજપ પેનલ ને સમર્થન આપનાર ઉમેદવારને એક પણ વોટ ન મળ્યો…
કુલ 108 ના મતદાન સામે ભાજપ પેનલના તમામ ઉમેદવારો ને 106 મત મળ્યા તો 2 મત કેન્સલ ગણાયા..
પાટણ તા. 5 પાટણ એપીએમસી ખેડૂત વિભાગના ડિરેક્ટરોની ચૂંટણી પૂર્વે જ ભાજપ પ્રેરિત પેનલ ને સમથૅન જાહેર કરાયું હોય છતાં નિયમ અનુસાર જાહેર કરાયેલ એપીએમસી ખેડૂત વિભાગના ડિરેક્ટરોની ઔપચારિક ચૂંટણી સોમવાર ના રોજ એપીએમસી હોલ ખાતે સવારે 9-00 કલાકે જિલ્લા રજિસ્ટાર એવમ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એન.ઝાલાની આગેવાની હેઠળ યોજાઈ હતી
જેમાં 305 મતદારો પૈકી 108 મતદારો એ પોતાનું મતદાન કરતાં 35.40 ટકા મતદાન થયું હતું જે મતદાન ની મત ગણતરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ પેનલ ના તામમ ઉમેદવારો ને 106 મતો મળ્યા હતા તો 2 મત કેન્સલ થયા હતા જયારે ભાજપ પેનલ ને ચૂટણી સમર્થન આપનાર ઉમેદવારને 0 મત મળ્યા હોય પાટણ એપીએમસી ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ નો વિજય થતા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના તમામ ડિરેક્ટરોના વિજયને લઇ એપીએમસી હોલમાં કેસરિયો માહોલ છવાયો હતો.
અહેવાલ યશપાલ સ્વામી