fbpx

મહિલાઓને 33% અનામત ના સમર્થન મળતા પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા આંતસબાજી સાથે ખુશી વ્યક્ત કરી..

Date:

મહિલા મોરચાની ખુશીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ સહભાગી બન્યા..

પાટણ તા. 20 કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.ત્યારે મહિલાઓ માટે 33% અનામત બીલને સમર્થન પ્રાપ્ત થતાં મહિલાઓમાં ખુશી નો માહોલ છવાયો છે. 33℅ મહિલા અનામત મુદ્દે સમથૅન મળવાની ખુશી મા બુધવારે સાંજે શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આતિશબાજી નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત કરાયેલ આતસબાજી ના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી યોગીનીબેન વ્યાસ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, પૂર્વ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી હતી.

પાટણ જિલ્લા મહિલા મોરચા ની બહેનો ની ખુશી મા સહભાગી બનવા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત ભાજપ ના આગેવાનો, કાર્યકરો પણ મોટી સંખ્યામાં બગવાડા દરવાજા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને 33℅ અનામત મળવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બોડૅની પરીક્ષાના બીજા દિવસે પણ પાટણ સહિત જિલ્લા માં એકપણ કોપી કેસ ન નોધાયો..

પાટણ તા. 12ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ...