fbpx

સાંતલપુર ના વૌવા ગ્રામ પંચાયત હદમાં આવતા એવાલ ગામે 105 મેગાવોટ સોલાર પ્લાન્ટને રૂ. 30 લાખના બાકી વેરા ને લઇ સિલ મરાયુ…

Date:

પાટણ તા. ૨૨
શહેરી વિસ્તારમાં બાકી વેરા મિલકત ધારકો ની વેરા વસુલાત માટે નગરપાલિકા દ્વારા ઝુંબેશ તેજ બનાવવા માં આવી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગ્રામ પંચાયત ના બાકી વેરા નહિ ભરપાઈ કરનારા ઓ સામે પણ તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના વૌવા ગ્રામ પંચાયત હદમાં આવતા એવાલ ગામે આવેલ 105 મેગા વોટ સોલાર પ્લાન્ટ ના બાકી વેરાની રૂ. 30 લાખની રકમ વસુલવા અનેક નોટિસો આપવા છતાં લેણી રકમના નાણાં ભરપાઈ નહિ કરાતાં આખરે શુક્રવાર ના રોજ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને ગામના સરપંચ દ્વારા પ્લાન્ટ ને સીલ મારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ બાકી વેરાની વસુલાત ઝુંબેશ ને લઇ પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગ્રામ પંચાયત ની હદમાં આવેલ એવાલ ગામે કાયૅરત 105 મેગાવોટ સોલાર પ્લાન્ટ કંપની ના માલિક દ્રારા બાકી વેરાની રૂ. 30 લાખની રકમ અનેક નોટીસો આપવા છતાં ભરપાઈ નહિ કરતાં આખરે શુક્રવારે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને ગામના સરપંચ દ્રારા પંચોની હાજરીમાં પ્લાન્ટ ને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા પ્લાન્ટ મા ફરજ બજાવતા કમૅચારીઓ વિમાસણમાં મુકાયાં હતા.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગ્રામ પંચાયત ની અંદર આવેલ એવાલ ગામની અંદર 105 મેગાવોટ સોલાર પ્લાન્ટના પંચાયત ના રૂ. 30 લાખની બાકી વેરાની રકમ કંપની દ્રારા ન ભરતા તાલુકા વિકાસ અધિકારી સાતલપુર તલાટી કમ મંત્રી અને ગામના સરપંચ લાલાભાઇ આહીર દ્વારા સોલાર કંપનીને સીલ મારવામાં આવી હોવાની બાબત પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ કે.ડી પોલીટેકનીક ખાતે પર્યાવરણના જતન માટે ના સંકલ્પ સાથે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું..

પાટણ તા. 21 પાટણ કે.ડી.પોલિટેકનિક ખાતે સંસ્થાના પરિસરમાં વાતાવરણ...

પાટણ તાલુકાના કતપુર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો..

બાળકોને કુમકુમ તિલક સાથે મીઠું કરાવી શૈક્ષણિક કીટ અપૅણ...