પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દાવેદાર ઉમેદવારો ની સંકલન રિવ્યુ બેઠક યોજાઈ..
પાટણ તા. 5 ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ સી. આર.પાટીલે ભાજપ શાસિત નગર પાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમા પદાધિકારીઓની પસંદગીમાં નો રિપીટ થિયરી અપનાવાશે તેવી જાહેરાત કરી છે ત્યારે જનરલ કેટેગરીમાં સામાન્ય આગેવાનને પણ જવાબદારી મળે તેવા નિર્ણય ને ભાજપ આગેવાનો અને કાયૅકરોએ પણ સરાહનીય લેખાવ્યો છે ત્યારે આગામી અઢી વષૅ માટે પાટણ અને સિધ્ધપુર નગર પાલિકા તેમજ જિલ્લાની 9 તાલુકા પંચાયત માથી કોગ્રેસ શાસિત સિધ્ધપુર અને સરસ્વતિ તાલુકા પંચાયત બાદ કરતાં 7 તાલુકા પંચાયતો અને 1 જિલ્લા પંચાયત માં પ્રમુખ, ઉપપ્રમુખ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્રારા નિરીક્ષકો ની ટીમ દ્વારા દાવેદાર ઉમેદવારો સાથે સ્થાનિક આગેવાનો ના રિવ્યુ મેળવવામાં આવ્યાં છે જે નિરીક્ષકો દ્રારા મેળવાયેલ રિવ્યુ પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાયૉલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લા ના મહામંત્રી ની ઉપસ્થિત મા સંકલન રિવ્યુ બેઠક મળી હતી જેમાં નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી વ્યકત કરનાર ઉમેદવારો ને સાંભળવામાં આવ્યા હોવાનું ભાજપ કાર્યાલયના સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી