fbpx

પાટણ કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રીજમાં ભરાતા પાણીની સમસ્યા ના નિવારણ માટે તંત્ર સદંતર નિષ્ફળ..

Date:

સમસ્યા ના નિવારણ માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રેલવે મંત્રી સહિતનાઓને પત્ર લખી અવગત કરાયા.

પાટણ તા. 6
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસા.મુંબઇ સંચાલિત પાટણ કોલેજ કેમ્પસમાં નર્સરી થી પોસ્ટગ્રેજ્યુએશનના આશરે 18500 બાળકો અને વિધાર્થી ભાઈ-બહેનો તેમજ લગભગ 500નો સ્ટાફ઼ દરરોજ અવર-જવર કરે છે. આ સંસ્થા 64 વર્ષ જૂની છે. પાટણ પ્રાંત ઓફીસથી થોડા આગળ રેલ્વે દ્વારા અન્ડર બ્રીજ બનાવવામાં આવેલ છે. આ બ્રીજ બનાવ્યો ત્યારથી જ તેના કામકાજઅંગે દરરોજ વિવાદમાં રહ્યો છે. સરકાર દ્વારા પ્રજાની વધારે સગવડ માટે અન્ડર બ્રીજ કે ઓવર બ્રીજ બનાવવામાં આવતા હોય છે, પરંતુ આ અન્ડર બ્રીજ ચોમાસાની શરૂઆત થાય કે કમોસમી વરસાદ પડે ત્યારે પ્રજાની સગવડ કરતા મુશ્કેલીઓ વધારે છે.

પાટણમાં યુનિવર્સિટી રોડ પર હાલમાં રેલ્વે ફાટક પર ઓવર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ છે. આ બ્રિજની ડીઝાઇન વિષે પણ વિચાર વિમર્શ કરવા જેવો છે નહિ તો ભવિષ્યમાં શહેરમાં પ્રવેશવાના એક માત્ર માર્ગમાં ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાશે, વધુમાં આ બ્રિજની કામગીરી ચાલુ હોવાથી ટ્રેન આવે ત્યારે ફાટક બંધ થઇ જાય છે ત્યારે તમામ વાહન વ્યવહાર કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રીજમાંથી પસાર થાય છે. કમોસમી વરસાદ કે ચોમાસા દરમ્યાન આખો અન્ડર બ્રીજ પાણી થી ભરાઈ જાય છે જેથી એક બાજુ ફાટક બંધ હોય અને અન્ડર બ્રિજમાં પાણી ભરાયેલ હોય ત્યારે શાળાએ બાળકોને મુકવા -લેવા આવતા વાલીઓ કે કોલેજમાં આવતા-જતા વિધાર્થીઓને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ બધી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અન્ડર બીજ બનાવતી વખતે તંત્રે પુરતું ધ્યાન રાખેલ નથી, પાણી નિકાલની વ્યવસ્થા હંમેશા કોઇપણ અન્ડર બ્રીજ બનાવતા પહેલા વિચારતા હોય છે જેના લીધે ખુબ જ પાણી ભરાય છે અને અંદરની બાજુમાં બનાવેલ રોડની ગુણવત્તા પણ ખુબજ હલકી કક્ષાની હોવાથી રોડ તૂટી ગયેલ છે અને મોટા મોટા ખાડા પડ્યા છે. એકબાજુ અંદર પાણી ભરેલ હોય અને મોટા ખાડા હોવાથી ઘણા બાળકો સાયકલ સાથે તો કોઈ વાલી બાળકોને લઈને આવતા અંદર પડ્યા હોય એવા કિસ્સાઓ બન્યા છે.આ સમસ્યા માટે વારંવાર પાટણ કલેકટર, રેલ્વે ઓફિસ પાટણ, ચીફ ઓફ઼િસર, પાટણ નગરપાલિકાને મૌખિક અનેલેખિતમાં જાણ કરેલ છે પરંતુ તેનો કોઇ કાયમી નિકાલ આવેલ નથી.

આ સમસ્યા માટે વારંવાર પાટણ કલેકટરશ્રી, રેલ્વે ઓફીસ પાટણ, ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકાને મૌખિક અને લેખિતમાં જાણ કરેલ છે પરંતુ તેનો કોઈ કાયમી નિકાલ આવેલ નથી.ચાલુ સાલે આ પાણીના નિકાલ માટે અન્ડર બ્રિજની બાજુમાં જ એક સમ્પ બનાવી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કામગીરી શરુ કરેલ છે, પરંતુ આ કામગીરી કરતા જેસીબી થી ખોદકામ કરતી વખતે ભૂગર્ભ ગટર લાઇન તૂટી જતા ખાડો ભરાઈ જતા કામ હાલમાં ખોરંભે ચડેલ છે તેમજ તેનું ગંદુ પાણી અન્ડર બ્રિજમાં આવેલ છે. જેથી વગર વરસાદે પણ હાલ અન્ડર બ્રીજ ગટરના ગંદા પાણીથી ભરાયેલ છે.

તો સમ્પ બનાવવા ની કામગીરીનું જેને ટેન્ડર આપેલ છે તે એવું જણાવે છે કે આ ભૂગર્ભ ગટર લાઈનનો ઢાળ ઉંધો આપેલ હોવાથી પાણી પાછુ આવે છે જેથી સમ્પ બનાવવાની કામગીરી કરી શકાતી નથી, તેમજ નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવેલ છે કે તેના માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી નવી લૂગર્ભ લાઈન નાખવામાં આવે તો જ પાણી બંધ થશે, એક બાજુ ઓવર બ્રિજની કામગીરી ચાલુ હોવાથી સમ્પ બનાવવા માટેનો કાચો માલસમાન કામગીરીની જગ્યાએ લાવી શકાતો નથી. કામકારનાર વ્યક્તિનું કહેવું છે કે માલસામાન લાવવા માટે પી.ડબલ્યુ.ડી. ને પણ જાણ કરી રસ્તા માટેની જગ્યા કરી આપવા વાત કરેલ છે તેમજ યુનિવર્સિટીને પણ માલસમાન લાવવા માટે રસ્તો આપવા માટે કહેલ છે પરંતુ કોઈ આજ દિન સુધી કોઈ વ્યવસ્થા ના કરી આપતા પહેલા જે સમ્પ બનાવવાનો હતો તેની જગ્યાએ હાલમાં તેઓએ મુડેઠા ગામે કામ શરુ કરેલ છે.

આ સમ્યની કામગીરી દરમ્યાન ગટરનું પાણી ભરાઈ જતા બાજુમાંથી પસાર થતી રેલ્વે લાઇનના પાટા ગમે ત્યારે બેસી શકે છે, અને બાલાસિનોર, ઉડીસાની દુર્ઘટનાનું પુનરાવર્તન થતા કોઇ અટકાવી શકશે નહિ એવું લાગી રહ્યું છે.આ બધાની હુંસાતુસીમાં પ્રજા પિસાઈ રહી છે તેમજ કોઈના પેટનું પાણી નથી હાલતું.પ્રજા હિત, બાળકો ના હિત, વિધાર્થીઓના હિત માટે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રેલવે મંત્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું ડો. જે. એચ. પંચોલી એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર દ્વારા જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના આનંદ સરોવરની પાછળના ભાગે વર્ષો જૂનું વૃક્ષ ધરાશાય બનતા માર્ગ બ્લોક થયો..

બનાવવાની જાણ પાલિકા પ્રમુખને થતા જેસીબી મશીન સાથે કર્મચારીઓને...

પાટણના વિરમાયાં મંદિર, માયાટેકરી ખાતે આંતર જ્ઞાતિય અનોખા લગ્ન યોજાયા…

પાટણ તા. 29પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ...