google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સીટી એ ડીવી. પોલીસે છેતરપીંડી અને ઠગાઇના ગુનાના કામનો 19 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપ્યો..

Date:

પાટણ તા. 2
પાટણ પોલીસ જિલ્લા અધિક્ષક વિશાખા ડબરાલ નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા કરેલ સુચના ને ધ્યાનમાં રાખીને પાટણ એ ડિવિઝન પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન બનાવતા છેલ્લા 19 વર્ષથી છેતરપિંડી અને ઠગાઈના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ આધારે પાટણ સીટી એ ડિવિઝન પી.આઈ આર એમ પરમારે એ ડીવી.પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપી ઓની યાદીમા રહેલ આરોપીઓની માહિતિ મેળવી તેને ઝડપી પાડવા અંગે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે ઠગાઈ અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા ઉપરોક્ત ગુનાના નામદાર કોર્ટના સી.આર પી.સી. કલમ-70 મુજબના વોરંટના આરોપી પટેલ દશરથભાઇ ખોડાભાઇ રહે કલોલ મ.ન.04 જલારામ સોસાયટી હાઇવે રોડ કલોલ જી.ગાંધીનગર વાળાની તપાસ કરતા માહિતિ મળેલ કે આરોપી હાલમા વડોદરા શહેર મ.ન.૪૦૨ વ્રજ એન્કલેવ ભાયલી કેનાલ રોડ તા.જી.વડોદરા મુકામે તેના પરીવાર સાથે રહેતો હોવાનુ અને આરોપી પટેલ દશરથભાઇ ખોડાભાઇ નાઓ તેના કુંટુબી ભાઇના ઘરે ડીસા શહેર પીંક સીટીસોસાયટી ખાતે ત્રણેક દિવસ રોકાયેલ હોવાની માહિતિ મળતા પોલીસ અધિક્ષક ની મંજૂરી મેળવી તપાસમા જવા એ ડિવિઝન પોલીસ ટીમને આરોપીનીતપાસમા ડીસા શહેર ખાતે મોકલી આપતા આરોપી બાતમી વાળી જગ્યાએથી મળી આવતા પાટણ એ ડિવિઝન પોલીસે છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી પો.સ્ટે. લાવી ગુના કામે અટક કરી આગળની તપાસ તજવીજ હાથ ધરી હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્ર તરફથી જાણવા મળેલ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી પુરુષોત્તમજીને ચલણી નોટોની આંગી કરાઈ…

પાટણ તા. 26 ધર્મની નગરી પવિત્ર પાટણ શહેરમાં ધાર્મિક...

વહેલા ચોમાસાની આગાહી પગલે પાલિકા તંત્ર દ્વારા મોન્સુન કામગીરી તેજ બનાવાઈ..

કારોબારી ચેરમેન ના અધ્યક્ષ સ્થાને બાંધકામ શાખાની બેઠક યોજાઈ..પાટણ...