fbpx

નાગ પંચમીના દિવસે શ્રી જય દાસજીયા ગોગા મહારાજના સ્થાનકે રમેલ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા..

Date:

પાટણ તા. 5 શ્રાવણ માસના પવિત્ર પર્વમાં આવતા નાગ પંચમીના પવિત્ર દિવસે પાટણ શહેરના વિવિધ નાગદેવતાઓના મંદિર પરિસર ખાતે ધાર્મિક ઉત્સવો અને રમેલોના આયોજન કરવામાં આવ્યા હતા. ત્યારે પાટણ શહેરના કર્મચારી નગર સોસાયટીમાં ઘર મંદિર માં બિરાજમાન શ્રી જય દાસજીયા ગોગા મહારાજના સ્થાનકે રાવળ દશરથભાઈ સોમાભાઈ ભુવાજી દ્વારા ધાર્મિક ઉત્સવોની સાથે સાથે ગોગા મહારાજની રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રમેલ માં પાટણ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માથી ભુવાજીઓએ ઉપસ્થિત રહી ડાકલા ના તાલે ગોગા મહારાજ સન્મુખ પાટ પર બિરાજમાન થઈ ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી જય દાસજીયા ગોગા મહારાજ ના સ્થાનકે નાગપંચમી ના પવિત્ર દિવસે આયોજિત કરાયેલ રમેલ સહિત ના ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા ગોગા મહારાજ ભુવાજી રાવળ દશરથભાઈ સોમાભાઈ અને તેમના પરિવારજનો દ્વારા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજઢોલકાવાળા ઘોરખોદિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજી નો હવન કરાયો..

પાટણ તા. 26 પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા ધોરખોદીયા પરિવાર...

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહ લગ્નમાં 29 નવદંપતી જોડાયા.

પૂ. દોલતરામ બાપુ સહિતના સંતોએ નવદંપતિઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા. પાટણ...