fbpx

પાટણ બગવાડા દરવાજા સ્થિત મણિભદ્ર હાઇટ્સ ખાતે પાંચ દિવસીય ગણેશ મહોત્સવ નો પ્રારંભ..

Date:

પાટણ તા. ૯
પાટણ શહેરમાં ગણેશ ઉત્સવનો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક નવ નિર્માણ પામેલા બિલ્ડર દિલીપભાઈ પટેલના નવીન સાહસ રૂપ મણીભદ્ર હાઇટ્સ ખાતે સૌપ્રથમ વાર ભગવાન શ્રી ગણેશજીની માટી માંથી તૈયાર કરાયેલી પ્રતિમાનું ભક્તિ સભર માહોલમાં સ્થાપન કરી પુજા-અચૅના સાથે મહાઆરતી ઉતારી વિધ્નહર્તા સન્મુખ વિશ્વ કામના ની પ્રાથૅના કરવામાં આવી હતી.

ગણેશ ઉત્સવના પ્રારંભ પ્રસંગે મણીભદ્ર હાઇટ્સના સૌ વેપારી મિત્રો સહિત બગવાડા વિસ્તારના અન્ય વેપારીઓએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશ ની પુજા- અચૅના સાથે વિવિધ ધામિર્ક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. પાંચ દિવસ માટે આયોજિત કરવામાં આવેલ આ ગણેશ મહોત્સવ ને સફળ બનાવવા બિલ્ડર દિલીપભાઈ પટેલ, રાજુભાઈ ઠકકર, મિતેશભાઇ સહિત ગણેશ ભકતો દ્રારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકા ની મીઠી ઘારીયાલ પ્રાથમિક શાળા ના રિનોવેશન ની ગોકળ ગતિએ ચાલતી કામગીરી…

શાળાનો જુનો કાટમાળ શાળા કેમ્પસમાં પથરાતા વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકોને...