fbpx

પાટણ પેન્થર્સ ક્લબ અને પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિષ્ટી ઇલેવન વિજેતા બની..

Date:

પાટણ તા. ૨૦
પાટણ પેન્થર્સ ક્લબ અને પીપીએલ ગૃપ દ્રારા શ્રી પદ્મવાડી ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ પ્રજાપતિ સમાજની આઠ ટીમોએ ભાગ લીધો હતો.

ફાઇનલ મેચ ક્રિસ્ટી ઇલેવન અને કેન્વી ઇલેવન વચ્ચે રમાતા ક્રિસ્ટી ઈલેવન વિજેતા બનતાં ટુર્નામેન્ટ ના સ્પોન્સર અને અમેરિકા સ્થિત પાટણ પ્રજાપતિ સમાજના યુવા સેવાભાવી અગ્રણી મિલિન્દ મનસુખભાઈ સ્વામી ના વરદ હસ્તે વિજેતા ટ્રોફી સાથે રોકડ પુરસ્કારથી નવાજવામાં આવી હતી.

પાટણ પદ્મવાડીના મેદાન ખાતે પાટણ પેન્થર્સ ક્લબ અને પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનને સફળ બનાવવા જીગર પ્રજાપતિ, અપુલ પ્રજાપતિ, નિકુંજ પ્રજાપતિ, જીગર પ્રજાપતિ, હિતેશ પ્રજાપતિ, સુનિલ પ્રજાપતિ, અમિત પ્રજાપતિ સહિતનાસભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

રથયાત્રાના માર્ગો પર ટ્રાફિક,રખડતા ઢોરો,ઈંડા આમલેટની લારીઓ,જર્જરિત મકાનો,વિજ વાયરો...

ભાવનગરના શિહોરની રૂ.1.10 કરોડની આંગડીયા લુંટ,ધાડના 7 આરોપીઓને ગણતરીના કલાકોમાં પાટણ LCB દબોચ્યા..

ગુન્હામાં વપરાયેલ અર્ટીગા ગાડી સાથે આરોપીઓને ગોલાપુર પોલીસ ને...