google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ-ભીલડી નવીન ટ્રેનને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી..

Date:

પાટણના સ્થાનિક લોકોની સાથે ખલીપુર, કાસા , વાયડ, શિહોરી, ભીલડી ના મુસાફરો ને મળ્યો રેલવેનો સાથ…

પાટણ તા. 26
પાટણ અને ભીલડી વચ્ચે ખલીપુર, કાસા , વાયડ, શિહોરી ગામો આવેલા છે ત્યાં પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને અહીં સ્ટોપેજ ન હતા. ત્યાંનાં સ્થાનિક લોકોની માંગ હતી કે, અહીં નવીન ટ્રેન શરુ કરવામાં આવે આ માંગને પુરી કરતાં પશ્ચિમ રેલવે દ્વારા પાટણ ભીલડી ની નવીન ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન પાટણ સ્ટેશન આવી પહોંચતા પાટણ-ભીલડી નવીન ટ્રેનનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

‘‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ” અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા પાટણ ભીલડીને મળેલ નવીન ટ્રેનની ભેટ આપવામાં આવી છે. જેને લીધે લોકોને અવરજવર કરવામાં સુગમતા મળશે. જ્યારે સ્થાનિક લોકોની મુસાફરીમાં ખૂબ જ સારી અનુકૂળતા થશે, સાથે સાથે વ્યાપારમાં પણ વ્યાપારીઓને ફાયદો થશે. પાટણ-ભીલડી નવીન ટ્રેનનો લાભ કોલેજ કરતાં યુવાનથી માંડીને વૃદ્ધો સૌને મળશે.

આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું કે, અહીંના પંથકની વર્ષો જૂની માગણી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂરી કરવામાં આવી છે. જેનાથી શ્રમિક, વિદ્યાર્થીઓને ફાયદો થશે. હું પાટણ ભીલડી ના સ્થાનિક લોકોની ચિંતા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેન શરૂ કરાવી છે જે બદલ હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.

પાટણ ભીલડી ટ્રેન શરૂ થતાં રેલવેમાં મુસાફરી કરતાં કાસા ગામથી રેલવે યાત્રી ભીખાજી જવાનજી ઠાકોરે જણાવ્યું કે, હું પાટણમાં નોકરી કરું છું. ભીલડી નવી ટ્રેન ચાલું થવાથી અમને મુસાફરી કરવા માં સરળતા રહેશે. કેન્દ્ર સરકાર અને ખાસ નરેન્દ્ર મોદી નો આભાર માનું છે કે તેમને વડાપ્રધાન બન્યા બાદ પણ સરહદી વિસ્તારના ગામડાં ઓ ની સમસ્યા સમજી આજે પાટણ થી ભીલડી સુધી ટ્રેનની સુવિધા પૂરી પાડી છે. જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ ભીલડી રેલવેના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, પાટણ નગર પાલિકા પ્રમુખ સ્મિતા બેન, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી,અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના પ્રમુખ દશરથભાઇ ઠાકોર તમેજ મોટી સંખ્યામાં આ ટ્રેનને પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં પાટણ ના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

શહેરના હાસાપુર વિસ્તાર ની સમસ્યા નું બે દિવસમાં નિરાકરણ લાવવામાં નહિ આવે તો આંદોલન કરાશે : ધારાસભ્ય..

વિસ્તારના રહિશો દ્રારા આયોજિત સન્માન કાર્યક્રમમાં રહીશોની વેદના સાંભળી...

પાટણ ના ધીવટા બહુચર માતાજીના ચાચર ચોકમાં ત્રાગડ સોની સમાજની ભવાઈ યોજાઈ..

રામ- રાવણ ના યુદ્ધ ને નિહાળવા પાટણ ની ધમૅપ્રેમી...