fbpx

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ વચ્ચે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ..

Date:

પાટણ ના ધાર્મિક સ્થાનકો સહિત હિંગળાચાચર ચોક તેમજ મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં મટકી ફોડ ના કાર્યક્રમો યોજાયા..

પાટણ તા. 8 જગતના પાલન કતૉ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ને સમગ્ર ભારત વર્ષમાં વિવિધ નામોથી પુજવામાં આવે છે. કોઈ તેને કાનુડો કહે છે..તો કોઈ તેને સુંદરવર શામળીયો.. કાળીયો ઠાકર અને કૃષ્ણ લલ્લાના નામથી શ્રધ્ધાળુઓ પોતાની પ્રેમભકિત પ્રગટ કરે છે. એવા ભગવાન શ્રીકૃષ્ણના 5249 માં પ્રાગટય દિવસની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગન ભેદી નાદ વચ્ચે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વને લઈ સમગ્ર પાટણ શહેર ગોકુળીયુ ધામ બની ગયુ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ મંદિરોમાં તેમજ હિંગળાચાચર ચોક સહિત મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારોમાં મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા.

જન્માષ્ટમી ના આ પાવન પર્વ પ્રસંગે હિંગળાચાચર યુવક મંડળ સમિતિ દ્વારા મટકીના યજમાન પરિવાર નીતિનકુમાર રસિકલાલ મોદી ના નિવાસ સ્થાનેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે નિકળેલી મટકી યાત્રા હિંગળા ચાચર ચોક ખાતે આવી પહોંચી હતી. સતત 10 મા વર્ષે આયોજિત કરાયેલ આ મટકીફોડ ઉત્સવ સાથેના ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા માટે સમગ્ર શહેર હીલોળે ચડયુ હોય તેવી ચીકકાર જનમેદની હિંગળાચાચર ચોક ખાતે ઉમટી પડી હતી.તો બીજી તરફ કૃષ્ણ ઘેલી બનેલી ગોવાળીયાની ટોળકી પણ મટકી ફોડવા માટે ભારે ઉત્સાહ બતાવ્યો હતો. મટકીફોડ ટોળકીના ઉત્સાહને વધારવા માટે ડીજેના તાલ ઉપર વિવિધ કૃષ્ણગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી.

તો આ ટોળકી પર પાણીની રેલમછેલ કરી સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હોય તેવું જોવા મળ્યુ હતું. ત રાત્રીના 12 કલાકે મટકી ફોડ ટોળકીએ પીરામીડ રચી મટકી ફોડતા સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. આ મટકીફોડ ના કાર્યક્રમને જોવા ઉમટી પડેલા નગરજનોએ નંદ ઘેર આનંદભયો જય કનૈયા લાલ કી…ના ગગનભેદી નાદ સાથે હિંગળાચાચર ચોકને ગજવી મુક્યો હતો. શહેરમાં હિંગળાચાચર ચોક ખાતે પરંપરાગત મુજબ મટકીફોડનો કાર્યક્મ ભક્તિસભર માહોલમાં સંપન્ન થયો હતો.જયારે શહેર ના વિવિધ ધાર્મિક સ્થાનકો સહિત મોહલ્લા ફૂલો અને સોસાયટી વિસ્તારમાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી સાથે મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અક્ષયપાત્ર સંસ્થા ગાંધીનગર દ્વારા વારાહી icds અને ફૂલપુરા ગામમાં 1936 સગર્ભા ધાત્રી માતાઓને કીટ વિતરણ કરાઈ..

પાટણ તા. ૧૩સાતલપુર તાલુકામાં વારાહી આઈસીડીએસ અને ફુલપુરા ગામમાં...

પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો ~ #369News