fbpx

જુનીયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ માં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ..

Date:

પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો સહિત સ્ટાફ ને પણ ડિઝીટલ ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ..

પાટણ તા. 6
આગામી નવ એપ્રિલના રોજ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે. જે અન્વયે પાટણ જિલ્લા પંચાયત ખાતે ગુરૂવારે પરીક્ષા ની પૂર્વતૈયારીઓ ના ભાગરૂપે બેઠક મળી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પરીક્ષા અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર ની વિવિધ તૈયારીઓ નો ચિતાર આપવામાં આવ્યો હતો. બેઠકમાં વિવિધ અધિકારીઓ સાથે પરીક્ષાના દિવસે તેમજ પરીક્ષા પૂર્વે અને પરીક્ષા બાદ કરવાની થતી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.

નવમી એપ્રિલના રોજ પાટણ જિલ્લાના 96 પરીક્ષાકેન્દ્રોના 1058 વર્ગખંડોમાં બપોરે 12-30 થી 1-30 સુધી પરીક્ષા યોજાનાર છે. પાટણ જિલ્લા ખાતે થી કુલ 31740 ઉમેદવારો આ પરીક્ષા માં ઉપસ્થિત રહેવા ના છે. પરીક્ષા નાં ઉમેદવારો એ પરીક્ષા આપવા જતા સમયે કોલ લેટરની સાથે સાથે ઓળખના પુરવા તરીકે ડ્રાઈવીંગ લાયસન્સ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ/આધારકાર્ડ માંથી કોઈ પણ એકની અસલ ફીઝીકલ કોપી સાથે રાખવાની રહેશે.

ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું કે પરીક્ષા આપવા જતા સમયે જો તેઓ પાસે ઓળખ નો પુરાવો ઝેરોક્ષ સ્વરૂપે હશે તો તે માન્ય ગણાશે નહી. ઉમેદવારો ની સાથે સાથે પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત તમામ સ્ટાફે પણ કોઈ પણ પ્રકારના ડિઝીટલ ઉપકરણો નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ના કોઈ પણ સામાન ની જવાબદારી ઉમેદવાર ની પોતા ની જ રહેશે. વિકલાંગ તેમજ ગર્ભવતી મહિલા ઉમેદવારો માટે પણ પરીક્ષા કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષાને લગતી તમામ આનુષંગિક પૂછપરછ માટે પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત પાટણનો ટેલિફોનીક હેલ્પ લાઇન નંબર 02766-234285 તા.31.03.2023 થી તા.09.04.2023 કચેરી સમય દરમ્યાન કાર્યરત રહેશે. 12.30 કલાકે પરીક્ષા હોવાથી 12.10 કલાક પછી ઉમેદવારોને પ્રવેશ મળશે નહી તે ધ્યાનમાં લેવું. 11.00 થી 12.00 એટલે કે એક કલાક દરમિયાન ઉમેદવારો ને પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના મુખ્ય થી પ્રવેશ બંધ થઈ જશે અને 12.10 કલાક પછી ઉમેદવાર વર્ગખંડ માં પ્રવેશી શકશે નહી. પરીક્ષા ના કલાક દરમિયાન ઉમેદવાર કોઈ પણ કારણસર પોતા ના સ્થાન પરથી ઉઠી શકશે નહીં.

Share post:

Subscribe

Popular

More like this
Related