એ ડિવિઝન પોલીસ મથકે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે રથયાત્રાના આયોજનને લઈને વિચાર વિમર્શ કરાયા..
પાટણ તા. 13
આગામી તારીખ 20 જૂન ના રોજ પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે મંગળવારના રોજ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા પોલીસવડા વિજય પટેલ ના અધ્યક્ષ સ્થાને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની મહત્વની બેઠક મળી હતી.
જિલ્લા પોલીસવડા ના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાએ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી રથયાત્રા ની સંપૂર્ણ માહિતી મેળવી હતી.
અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બને તે માટે વિચાર વિમૅશ કરવામાં આવ્યો હતો. અને રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજી રથયાત્રાને અનુરૂપ શહેરીજનોના જરૂરી સૂચનો મેળવવા અનુરોધ કર્યો હતો.
પાટણ એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને મળેલી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આ બેઠકમાં મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ પટેલ,કાંતિલાલ પટેલ, સંજયભાઈ મોદી, રાજેશભાઈ સહિત ડીવાયએસપી પંડ્યા, એલસીબી પી.આઈ આર કે અમીન, એસઓજી ઇન્ચાર્જ પી.આઇ ઉનડકટ, એ ડિવિઝન પીઆઈ પરમાર, બી ડિવિઝન પીઆઈ પટેલ, સિધ્ધપુર પીઆઈ આચાર્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી