google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ટ્રાફિક એકસટેન્સન પ્લાન્ટ ની સ્કીમ કાયૅરત કરાશે : પોલીસ મહાનિરીક્ષક..

Date:

50% ઉપરના અકસ્માતો ટુ-વ્હીલર દ્વારા સર્જાતા હોય છે ત્યારે ટુ-વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવી જરૂરી…

ભુજ કચ્છ રેન્જ આઇ પી એસ અને પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો. .

પાટણ તા. 13 પાટણ જિલ્લા પોલીસ તંત્રની કામગીરી ની ઇન્સ્પેક્શન વિઝીટ માટે આવેલા પોલીસ મહા નિરીક્ષક સરહદી રેજ કચ્છ-ભુજ આઇપીએસ જે. આર. મોથલીયા અને પાટણ જિલ્લા પોલીસ વડા ડો રવિન્દ્ર પટેલ ની ખાસ ઉપસ્થિત વચ્ચે પાટણ જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનો સહિત પ્રબુદ્ધ નગરજનો સાથે લોક સંવાદ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે બુધવારે સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો. આ લોક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ શહેર અને જિલ્લાના ઉપસ્થિત રહેલા નગરજનો દ્વારા પાટણ શહેર અને જિલ્લાની વિવિધ સમસ્યાઓ જેવી કે ટ્રાફિકની સમસ્યા, ઓવરલોડ રેતી ભરીને માર્ગો પરથી તાડપત્રી બાંધ્યા વગર નીકળતા ડમ્પરો ની સમસ્યા, જિલ્લા કલેકટરના જાહેરનામાના સરેઆમ ભંગ થતા હોવાની સમસ્યા, પોલીસ દ્વારા દંડની કાર્યવાહીમાં રખાતી ભેદભાવની નીતિ ની સમસ્યા, ટીનેજર્સો દ્વારા પૂર ઝડપે ફાયર બુલેટ હંકારવાની સમસ્યા, શહેર અને જિલ્લામાં દારૂજુગારની સમસ્યા, કોઈપણ પ્રકારની મંજૂરી વગર નીકળતા સભા સરઘસોની સમસ્યા સહિત આમ પબ્લિકને સ્પર્શ કરતા વિવિધ પ્રશ્નોની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.

પાટણ શહેર અને જિલ્લાના પ્રબોધ નગરજનોની સમસ્યાઓની નોંધ લેતા ભુજ રેન્જ આઇપીએસ મોથલીયા એ જણાવ્યું હતું કે અગાઉ ગયા વર્ષે પણ મારા અધ્યક્ષ પણા હેઠળ આવ જ પ્રકારના લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલો અને એ કાર્યક્રમમાં આપના તરફથી જે સૂચનો આવ્યા હતા એ સૂચનોના સંદર્ભમાં પોલીસ દ્વારા અને બાકીની જે અન્ય એજન્સીઓ છે એજન્સીઓના માધ્યમથી આપના પ્રશ્નો ઉકેલવા માટે પોલીસે સકારાત્મક રીતે પ્રયાસ કર્યા છે.અને પોલીસની કામગીરી વધુ સારી સુધધ રીતે વધારે અસરકારક થઈ શકે તે માટેના પ્રયાસ કર્યા છે. આજની જે લોક સંવાદ કાર્યક્રમ છે એમાં પણ આપના તરફથી ખૂબ સુચારું સજેશન્સ મળ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણા તરફથી સારા સજેશન્સ મળ્યા છે.એમાં પોલીસની કામગીરી વધારે સારી સુધડ રીતે થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપના તરફથી જે સજેશનનો મળ્યા છે ખરેખર ખૂબ સારા સજેશન છે અને એ સજેશન પ્રમાણે પોલીસની કામગીરી વધારે સારી કરવા માટે અમે કટિબદ્ધ છીએ.ખાસ કરીને ગયા વખતના પ્રશ્નો અને આ વષૅ ના પ્રશ્નોમાં કેટલાક એરિયાની જે સમસ્યાઓ છે એ ઉમેરાય છે. મોટાભાગની સમસ્યા આમાં પણ ટ્રાફિક રીલેટેડ સમસ્યાઓ છે. બીજા કેટલાક એકાદ રજૂઆત એવી છે મોટાભાગે જોઈએ તો દારૂ જુગારની જે પ્રવૃતિ અગાઉના પ્રવક્તાઓએ નવા એસપી આવ્યા પછી આ કામગીરીમાં ખૂબ જ સુધારો થયો છે અને એ કામગીરીને વખાણી પણ હતી. હજુ વધારે સારી રીતે આ પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ આવે તે માટે જિલ્લા પોલીસ કટિબંધ રહી ખૂબ વધુ અસરકારક રીતે કામગીરી કરશે એનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. ટ્રાફિકની જે કામગીરી છે ત્યાં સુધી વાત કરીએ તો ટ્રાફિકની કામગીરી એક નિરંતર પ્રક્રિયા છે. એ કામગીરી કરવી જોઈએ આપણે જાણીએ છીએ કે ટ્રાફિક અકસ્માત એટલે વાહન અકસ્માતના પરિણામે આપણે કેટલાય વાહન ચાલકોના અકસ્માતના બનાવો બને છે એના માટે જિલ્લા પોલીસ અને રેન્જ કક્ષાએ પણ ઓછામાં ઓછા માણસોના મૃત્યુ થાય ઓછામાં ઓછા બનાવો બને સીરીયસ અકસ્માતના બનાવો બને એના માટે રેન્જ કક્ષાએથી પણ કાર્યવાહી કરવામાં આવે છે.

આપને ખ્યાલ હશે કે ત્રણેક મહિના પહેલા આપણે સમગ્ર રેન્જમાં એક મુહિમ ચલાવવામાં આવી હતી કે ખાસ કરીને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, જે મોટા ઇન્સ્ટિટ્યૂટ છે, જે મોટી કચેરીઓ છે, ઉદ્યોગિક એકમો છે એ એકમોમાં આપણે નો હેલ્મેટ નો એન્ટ્રીના શીર્ષક હેઠળ એ કાર્યક્રમ અભિયાન ચલાવવામાં આવેલો. કારણ કે આપણે જોઈએ છે કે જે અકસ્માત ના બનાવો બને છે એ પૈકી 50% જે અકસ્માત છે મોટરસાયકલ થી થાય છે પણ મોટરસાયકલ થી થાય છે તો હેલ્મેટ ન પહેરવાના પરિણામે માણસોના મૃત્યુ થાય છે એટલે સૌથી 50% અકસ્માત ઓછા કરવા હોય તો અમે એ એનાલિસિસ કરી સર્વે કરી અને અમે એવું એક તારણ ઉપર આવ્યા કે ટોટલ એકસીડન્ટના 50% એક્સિડન્ટ મોટર સાયકલથી થાય છે અને મોટર સાયકલમાં હેલ્મેટ ન પહેરવાના પરિણામે ફેટા લીટીનું પ્રમાણ વધારે રહે છે ત્યારે અમારી પણ આપણને એક અપીલ છે કે આપ પણ જ્યારે આપના કુટુંબીજનો પોતે અથવા આપના છોકરાઓ જ્યારે પણ મોટરસાયકલ ચલાવે ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરે એક આદત સામેલ કરવામાં આવે તો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આપણે ફેટા લીટીનું પ્રમાણ અને ફેટર એકસીડન્ટના અથવા સિરિયસ એકસીડન્ટના જે બનાવો બને છે એ બનાવોને ઘટાડવા માટે આપણે ઓછા કરવા માટે આપણા માટે અનુકૂળ રહી શકે તો એક નાગરિક તરીકે તમારી પણ ફરજ છે અમે આપને ખ્યાલ હશે કે સૌથી પહેલા અમે અમારા ઘરથી શરૂઆત કરી હતી આપને ખ્યાલ હશે કે મોટાભાગના પોલીસના માણસો હેલ્મેટ પહેરીને ફરે કારણકે પબ્લિક તરફથી ક્યાંક એવી રજૂઆત આવતી હોય છે જ્યારે હેલ્મેટના અમે અમલ કરાવીએ ત્યારે પબ્લિક એવું કહેતા નથી પણ મારા ભુજમાં અથવા બીજી જગ્યાએ જ્યાં હશે ત્યાં આપ જોશો કે આર્મી લી ફોર્સ વિગેરેમાં એ લોકો કેમ્પસમાં કોઈ હેલ્મેટ વગર જઈ શકતા નથી અથવા હેલ્મેટ પહેરવ્યા વગર બહાર નીકળી શકતા નથી તો એ જ પ્રથા અમે અમારા પોલીસ સ્ટેશનમાં પણ કરવા માગીએ છીએ પણ સાથે સાથે આજે હેલ્મેટના પરિણામે હેલ્મેટ ન પહેરવાના પરિણામે જે અકસ્માતો થાય છે એને રોકવા માટે આપના તરફથી પણ અનુકૂળ સાનુકૂળ પ્રતિભાવ મળે એ એટલું જ જરૂરી છે આપણા સૌનું લક્ષ્ય એક જ છે કે ફેટલ બનાવો રોજબરોજ ખૂબ જ મોટી સંખ્યામાં બને છે અને એ બનાવો બનતા રોકવા માટે પોલીસ પ્રયત્ન કરી રહેલા છે બીજી જે વાત કરી ટ્રાફિકની સમસ્યા તો અમે રેંજના તમામ જિલ્લાઓમાં એક જ્યાં નગરપાલિકા વિસ્તાર છે કારણ કે નગરપાલિકા વિસ્તારમાં શક્ય બને છે તો એ વિસ્તારની અંદર એક ટ્રાફિક એક્સ પ્લાન બનાવવા માટેની અમને સૂચના કરી છે. અને મોટાભાગના જિલ્લાઓમાં જે નગરપાલિકા વિસ્તાર છે એ વિસ્તારમાં ટ્રાફિક એક્સ્ટન્સ પ્લાનની એક સ્કીમ તૈયાર થઈ છે એ સ્કીમને અનુરૂપ પોલીસ દ્વારા એક્સચેન્જ કરવામાં આવશે. તો હું માનું છું કે મોટાભાગના જે ટ્રાફિકના સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે છે આપના તરફથી ખૂબ જ સારા સજેશન મલ્યા છે એ સજેશનના માધ્યમથી અમારા પોલીસની કામગીરીમાં સુધારો આવશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં સૌ પ્રથમ વાર બંગાલી સમાજ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

પાટણ તા. 27 પાટણ શહેરના બંગાલી સમાજ સેવા ટ્રસ્ટ...

પાટણ માં નજીવી બાબત માં યુવક ની ઘાતકી હત્યા કરી દેવામાં આવી

પાર્લર પર વસ્તુ લેવા ગયેલ યુવક ને અન્ય યુવક...