fbpx

પાટણના ધારાસભ્યે ધારપુર હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લીધી..

Date:

પાટણ તા. 1
પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓ સહિત તેમના સગા સંબંધી અને સ્નેહીજનોને પડતી હાલાકીઓ બાબતે મળેલી રજૂઆતના પગલે બુધવારે સાંજે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ધારપુર હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લીધી હતી.

પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ધારપુર હોસ્પિટલ ની મુલાકાત દરમિયાન વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી તેમને હોસ્પિટલ માથી આપવામાં આવતી તબીબી સારવાર સહિત જમવાની સુવિધા બાબતે પુછપરછ કરતાં દર્દીઓ એ પોતાને અપાતા ભોજન માં ગુણવત્તા યુક્ત ભોજન ન અપાતું હોવાનું જણાવતાં તેઓએ હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન ની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા તપાસી કેન્ટીંગ ચલાવતાં કોન્ટ્રકટર બાબતે પુછતા જાણવા મળ્યું હતું કે કેન્ટીંગ નો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીએ કોન્ટ્રાક્ટ મેળવી તેને બારોબાર બીજા કોન્ટ્રાક્ટને કેન્ટીગ ચલાવવા આપી હોવાનું સામે આવ્યું હતું.

હોસ્પિટલમાં ચાલતી કેન્ટીગ દ્વારા દર્દીઓને અપાતું ભોજન ગુણવતા યુક્ત ન હોવાની સાથે પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવાતી કેન્ટીંગ મામલે તેઓએ ધારપુરના સત્તાધિશોને જાણ કરી ફ્રુડ વિભાગ ને તાત્કાલિક સ્થળ પર બોલાવી દૂધ તેમજ રસોડાને લાગતી વિવિધ ચીજ વસ્તુઓના સેમ્પલ લેવડાવ્યાં હતા. તો વોડૅ મા દાખલ દર્દી કરતા વધુ દર્દીઓની સંખ્યા રજીસ્ટરમાં નોંધી કેન્ટીન માંથી ભોજન આપવામાં આવ્યું હોવાની નોધ કેન્ટિંગ સંચાલક દ્વારા કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

ધારપુર હોસ્પિટલ ની આકસ્મિક તપાસ બાબતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, કેન્ટીગની અંદર જે ભાઈ કામ કરે છે તે ભાઈએ કહ્યું કે, હું દર મહિને 3 હજાર આપું છું પછી તેમને આ મામલે આના કાની કરી હતી તો તપાસ કરતા જાણવા મળ્યું કે જેમનો કોન્ટ્રાક છે તેમને બીજાને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કેન્ટીગ ચલાવવા આપી છે.

અને પેટા પાસેથી મૂળ કોન્ટ્રાક્ટર દર મહિને ત્રણ હજાર વસુલવામાં આવે છે. કાયદેસર રીતે જેનો કોન્ટ્રાક હોય એને કેન્ટીંગ ચલાવવાની હોય છે ત્યારે સમગ્ર બાબતની જાણ ધારપુર ના અમે આર એમ ઓ ને કરી છે અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

ધારપુર કેન્ટીગ નો કોન્ટ્રાકટ મેળવી પેટા કોન્ટ્રાક્ટ ને કેન્ટીગ ચલાવવા આપવા મામલે તાત્કાલિક આ કેન્ટીગ નું ટેન્ડર રદ કરી નિયમ મુજબ કેન્ટીગ ચલાવવા માં નહીં આવે તો આ મામલે જે પણ પગલાં લેવા પડશે તે લેવાની ચિમકી ધારાસભ્યે આપી હતી. અને અહીંયા લોકો ને સુવિધા મળતી નથી, લોકો હેરાન થાય છે જે ગેરરીતિ મામલે પણ ધારાસભ્ય દ્વારા આરોગ્યમંત્રી સાથે પણ ટેલીફોનીક વાત કરી અવગત કયૉ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલની ધારપુર હોસ્પિટલની ઓચિંતી મુલાકાત ને લઈને ધારપુર હોસ્પિટલના સત્તાધીશો સહિત ફરજ બજાવતા કર્મચારીઓમાં પણ હડકમ મચી જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ નો વાર્ષિકોત્સવ-૨૦૨૪ યોજાયો..

વષૅ-૨૦૨૪ ના પ્રમુખ પદે ભાગૅવભાઈ ચોકસી, ખજાનચી પદે ધનશ્યામભાઈ...

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રિ દિવસીય આયોજિત કલ્પવૃક્ષ યુવા મહોત્સવનું આયોજન કરાયું…

સોમવારે યુનિવર્સિટીના કા.કુલપતિ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કલ્પવૃક્ષ યુવા...

પાટણ શહેર ના બામચા વાસ માં જર્જરીત બનેલી મકાનની દિવાલ ધરાસાઈ થતા એક મહિલા નું મોત…

પાટણ શહેર ના બામચા વાસ માં જર્જરીત બનેલી મકાનની દિવાલ ધરાસાઈ થતા એક મહિલા નું મોત… ~ #369News