વડાપ્રધાન ના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં યુનિવર્સિટી ખાતે અંગદાન જન જાગરણ કાર્યક્રમ યોજાયો.
પાટણ તા. 14 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ આવનાર જન્મદિવસ નિમિત્તે તારીખ ૧ થી ૧૭ સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં અંગદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.જેના ભાગરૂપે ગુરૂવારે પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે અંગદાન જનજાગરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંગદાન જાગૃત ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખજી( દાદા)એ જણાવ્યું હતું કે, આજે દેશમાં ૫ લાખ લોકો વિભિન્ન અંગો માટે પ્રતીક્ષામાં છે. ત્યારે એક મનુષ્ય ચાર પ્રકારનું દાન કરી શકે છે. રક્તદાન, ચક્ષુદાન, મૃત્યુબાદ દેહદાન અને જરૂરિયાત મુજબ અંગોનું દાન એટલે અંગદાન. એટલે પ્રથમ ત્રણ દાન લોકો આપે છે પરંતુ અંગદાન માટે જનજાગરણ જરૂરી છે. બ્રેઈન ડેડ વ્યક્તિ પાંચ અંગોનું દાન આપી શકે છે. આ વિષય લોકો સુધી પહોચાડવા તેમણે યુવાનોને અપીલ કરી હતી.
આ પ્રસંગે યુનીવર્સિટીના કા.કુલપતિ પ્રો. રોહિતભાઈ દેસાઈએ પણ યુવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, યુવાનો સામાન્ય રીતે રક્તદાન કરે છે અને તેના વિષે લોકોને સમજાવે પણ છે પરંતુ આજે અંગદાન વિષે સમાજમાં જન જાગરણની આવશ્યકતા છે જે અંગે યુવાનો આગળ આવે આ પણ એક રાષ્ટ્ર સેવાનું ભગીરથ કાર્ય છે. આ પ્રસંગે કા. રજીસ્ટ્રાર ડો. કે. કે પટેલ,ભાજપા અગ્રણી કે સી પટેલ, કારોબારી સભ્ય શૈલેશભાઈ પટેલ, સહકારી અગ્રણી સ્નેહલભાઇ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પાટણ નગર પાલિકા ના મહિલા પ્રમુખ, યુનિ.ના એમએસસી આઈટી વિભાગ ના હેડ ડો.ભાવેશભાઈ પટેલ, હેત ત્રિવેદી સહીત અગ્રણીઓ, એમએસસી આઈટી વિભાગ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન દશૅકભાઈ ત્રિવેદી એ કયુઁ હતું.
અહેવાલ યશપાલ સ્વામી