fbpx

પાટણ ના કુણધેર ગામે અનુસુચિત જાતિના વિસ્તાર માં દુષિત પાણી ની સમસ્યા મામલે તંત્ર સ્થળ પર પહોચ્યું..

Date:

વિસ્તાર ના લોકોમાં રોગચાળો ન ફેલાઈ તે માટે પાણી ઉકાળી ને પીવા અનુરોધ કરાયો..

પાટણ તા. 14 પાટણ તાલુકાના કુણધેર ગામે અનુસુચિત જાતિ વિસ્તાર મા પીવાનુ પાણી દુષિત આવતુ હોવાની પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર ની રજૂઆત ના પગલે ગુરૂવારે તાલુકા વિકાસ અધિકારી પાટણ ની સુચના થી તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી,વહીવટદાર કુણધેર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુણધેર ના મેડિકલ ઓફિસર તથા આરોગ્ય કર્મચારીઓ તથા વાસ્મો પાણી પુરવઠા વિભાગ પાટણ ના કર્મચારીઓ સાથે સ્થળ મુલાકાત કરી સમસ્યા નુ નિવારણ લાવવા માટે વાસ્મો પાણી પુરવઠા વિભાગ તથા ગ્રામ પંચાયત દ્વારા સંકલન કરી સમસ્યા નુ નિવારણ લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

તો વિસ્તારના રહિશો રોગચાળા નો ભોગ ન બને તે માટે પાણી ઉકાળી ને પીવા સહિત નું માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નો નવમો વાષિર્ક પાટોત્સવ ઉજવાયો..

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નો નવમો વાષિર્ક પાટોત્સવ ઉજવાયો.. ~ #369News

હારીજ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજતી હારીજ પોલીસ…

પાટણ તા. ૩૦હારીજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુઝકો અપૅણ...