આ ધાર્મિક પ્રસંગે નગરપાલિકા પરિવારે ઉપસ્થિત રહી સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના વ્યક્ત કરી..
પાટણ તા. 16 પાટણ નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ હિરલબેન અજય કુમાર પરમાર અને ઉપપ્રમુખ હીનાબેન શાહ સહિત કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક પોતાનો ચાર્જ ગ્રહણ કરે તે પૂર્વે નગર પાલિકા કેમ્પસ ખાતે લક્ષ્મી યજ્ઞની સાથે સાથે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞના યજમાન પદે પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદે સત્તારૂઢ બનનાર હિરલબેન અજયભાઈ પરમાર તેમજ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હીનાબેન શાહે લ્હાવો લઈ યજ્ઞની શાસ્ત્રોકત વિધિ સંપન્ન કરાવી હતી.
તો યજ્ઞની મંત્રોચ્ચાર વિધિ નગરપાલિકાના કર્મચારી અને વિદ્વાન બ્રાહ્મણ જયેશભાઈ પંડ્યા દ્વારા કરાવાઈ હતી.
નગરપાલિકા ખાતે યોજાયેલા લક્ષ્મી અને શાંતિ યજ્ઞ પ્રસંગે પાટણ નગરપાલિકાની વિવિધ શાખાઓના ચેરમેનો, નગરપાલિકાના કોર્પોરેટરો, કર્મચારીઓ તેમજ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે પદગ્રહણ કરનાર બંને પરિવારોના સભ્યો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હવન યજ્ઞ ના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અને નગરપાલિકા ના પરિવારજનોમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી