fbpx

પાટણના પીઠ પત્રકાર સ્વર્ગસ્થ ચતુરકાકા ના નિધન નિમિત્તે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શોક સંદેશો પાઠવ્યો..

Date:

ગ્રામીણ ક્ષેત્રે ચતુર કાકાનું પત્રકારત્વ તરીકેનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે :નરેન્દ્રભાઈ મોદી..

પાટણ તા. 21
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલ તેમજ જાણીતા સેવાભાવી આગેવાન જીતુભાઈ પટેલના પૂજ્ય પિતાશ્રી અને પીઠ પત્રકાર મુરબ્બી ચતુર કાકાના આકસ્મિક નિધનને લઈને પરિવારજનો એ વડીલ ની છત્રછાયા ગુમાવી છે.

ત્યારે તેઓના પરિવારજ નોએ સ્વર્ગસ્થ ચતુર કાકા ની અંતિમ ઈચ્છા મુજબ તેમના શરીરનું દેહદાન કરી ચતુર કાકાના સંસ્કારોને જીવંત રાખવાનુ ઉત્તમ દાયત્ય અદા કર્યું છે.

સ્વર્ગસ્થ ચતુર કાકાના આત્માની શાંતિ અર્થે અને તેમના પરિવારજનોએ ગુમાવેલી વડીલની છત્ર છાયા ને દિલ સોજી પાઠવવા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ શોક સંદેશ પાઠવીને સ્વર્ગસ્થ ચતુર કાકાના પત્રકારત્વ તરીકે ના કાર્યને યાદ કરી ગ્રામીણ ક્ષેત્રે તેઓના પત્રકારત્વ નું ખૂબ મોટું યોગદાન રહ્યું હોવાનું જણાવી પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી પરિવારજનોને સ્વર્ગસ્થ ચતુર કાકાની વિદાય સહન કરવાની શક્તિ આપે તેવી કામના વ્યક્ત શોક સંદેશો પાઠવ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણીલક્ષી નોટિસ જાહેર કરતા જિલ્લા ચુંટણી અધિકારી..

ઉમેદવારોએ નામાંકન પત્ર મોડામાં મોડું 19 એપ્રિલ સુધીમાં કલેકટર...

પી.પી.પટેલ હાઇસ્કૂલ, ચાણસ્મા ખાતે નિવૃત્ત થતાં શિક્ષકો અને શ્રેષ્ઠ શિક્ષકના સન્માન નો કાર્યક્રમ યોજાયો..

પી. પી. પટેલ હાઇસ્કૂલ, ચાણસ્મા ખાતે નિવૃત્ત થતાં શિક્ષકો અને શ્રેષ્ઠ શિક્ષકના સન્માનનો કાર્યક્રમ યોજાયો.. ~ #369News