fbpx

પાટણ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ચાજૅ સંભાળ્યો..

Date:

નગરપાલિકાના વિકાસની સાથે સાથે શહેરીજનોની સુવિધાઓને પ્રાધાન્ય આપવા પ્રમુખ-ઉપપ્રમુખે કટિબદ્ધતા વ્યક્ત કરી..

પાટણ તા. 16
પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદે ચૂંટાઈ આવેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિરલબેન અજયકુમાર પરમાર તેમજ ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવેલા હીનાબેન શાહે શનિવારના પવિત્ર દિવસે 12 :39 કલાકના શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનું પદ ગ્રહણ સંભાળ્યું હતું.

નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન પરમાર એ પ્રમુખની ચેમ્બર્સમાં પ્રવેશતા પહેલા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા તેમજ વિઘ્નહર્તા દેવાધિદેવ ગણેશજીની પ્રતિમા સાથે ચેમ્બર્સમાં પ્રવેશ કરી પોતાનો પદ ભાર સંભાળ્યો હતો.તો હીનાબેન શાહે પણ પોતાની ઉપપ્રમુખ ની ચેમ્બરમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરી પોતાનો પદ ભાર સંભાળી પોતાના ઉપપ્રમુખ પદની ખુરશી ગ્રહણ કરી હતી.

પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે પદ ગ્રહણ કરનાર બંને મહિલાઓએ નગર પાલિકાના વિકાસની સાથે સાથે શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓને પરિપૂર્ણ કરવા હૈયા ધારણા આપી હતી.

પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ના પદગ્રહણ પ્રસંગે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાનુમતિબેન મકવાણા તેમજ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, નગર પાલિકાના સભાસદો, અધિકારીગણ, કર્મચારીગણ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી આગામી નગરપાલિકાના અઢી વર્ષના સુશાસનની કામના વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા અને શહેરમાં રમઝાન ઇદની કોમી એખલા સમય વાતાવરણમાં ઉજવણી કરાઈ…

શહેરની ઈદગાહ ખાતે મૌલવી અને ટ્રસ્ટીઓ સહિત મુસ્લિમ બિરદારોએ...

યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ અને એસ.કે.કોલેજના સંયુક્ત ઉપક્રમે લુપ્ત થતાં વૃક્ષો નું રોપણ કરાયું..

પાટણ તા. 18 હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પત્રકારત્વ...