શ્રી આદિજીન યુવક ચેરીટે બલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્રારા જીવદયા ની ભાવનાને ઉજાગર કરવા અભિયાન શરૂ કરાયું..
પાટણ તા. 16 ।। गाव: पवित्रम परमं गावोमाडल्यामुत्तमम । गाव: स्वर्गस्य सोपानं गावो धन्या सनातना: ।। પહેલી રોટી ગાય કે નામ અભિયાન અંતર્ગત જૈન તિર્થ શંખેશ્વર મુકામે શનિવારે શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ તથા જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સીએસસી સંસ્કાર બાલ વિદ્યાલય માં અભ્યાસ કરતાં બાળકો ને ગૌ માતા નુ મહત્વ અને “ પહેલી રોટી ગાય માતા ને અર્પણ “ કરવાની પ્રેરણા પૂરી પાડવાના ઉદેશ સાથે જીવદયા લક્ષી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પહેલી રોટી ગાય માતાને અપૅણ અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ બાળકો મા અબોલજીવો પ્રત્યે કરૂણા પ્રેમ ની ભાવના ઉજાગર બને અને બાળકો નાનપણ થી જ અબોલ જીવો નું મહત્વ સમજે તે રહેલ હોવાનું શ્રી આદિજીન યુવક ચેરિટેબલ મુંબઈ ના પ્રમુખ જયેશભાઈ શાહ અને જનમંગલ સેવા ટ્રસ્ટના ચેરમેન જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું. શંખેશ્વર સ્થિત સીએસસી સંસ્કાર બાલ વિધાલય ના નાના નાના ભૂલકાઓ એ પણ પહેલી રોટી ગાય કે નામ અભિયાન ને સમથૅન આપી પોતાના નાજુક હાથો વડે જીવદયા ની ઉતમ ભાવના સાથે પોતાના ઘરેથી લાવેલ રોટી અપૅણ કરી આનંદ વ્યકત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી