google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ઉપર વાંસ પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા ડેમના 10 દરવાજા ખોલાયા..

Date:

પાટણના કમલીવાડા ની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે 400 ક્યુસેક જેટલું છોડાયેલ પાણી 4 દિવસમાં પાટણ સરસ્વતી નદીમાં આવશે.

પાટણ તા. 16 મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદ ને પગલે નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં નર્મદા ડેમના 10 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે. નમૅદા ડેમ ના 10 દરવાજા ખોલાતા તેનું પાણી પાટણ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ કમલીવાડા પાસેથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે પાટણ સરસ્વતી નદીમાં વહેતું થશે ત્યારે હાલમાં 400 ક્યુસેક જેટલું પાણી આ બ્રાન્ચ કેનાલમાં છોડવામાં આવ્યું હોય જે પાણી પાટણની સરસ્વતી નદીમાં આવતા ચાર દિવસજેટલો સમય લાગશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઉપરવાસ માં પડેલ ભારે વરસાદને કારણે નર્મદા ડેમના પાણી ની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં તંત્ર ને નમૅદા ડેમ ના 10 જેટલા દરવાજા ખોલવા પડ્યાં છે ત્યારે નમૅદા ડેમ માથી પસાર થતાં આ પાણી ને લઇ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ નજીક કમલીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા ની સુજલામ સુફલામ ની બ્રાન્ચ કેનાલ મારફતે હાલમાં 400 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે જે આગામી 4 દિવસમાં પાટણ થી નિકળતી સરસ્વતી નદી ના બેરેજ સુધી પહોંચશે. પાટણ સરસ્વતી નદી મા પાણી આવવાના કારણે આજુબાજુની જમીન તળ જીવંત બનશે અને તેનો લાભ સરસ્વતી તાલુકાના ખેડૂતોને થશે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગૅત ઉજવલા કેમ્પ યોજાયો…

પાટણ તા. ૩૦કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ની ફેન્સીગ ની ટીમે ખેલો ઇન્ડીયામાં સિલ્વર મેડલ મેળવ્યો..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ની ફેન્સીગ ની ટીમે ખેલો ઇન્ડીયામાં સિલ્વર મેડલ મેળવ્યો.. ~ #369News

અખાત્રીજ ના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત જિલ્લાના ખેડૂતોએ નવા વર્ષની ખેતીના શ્રી ગણેશ કર્યા…

બળદોની સંખ્યા કરતા ખેડૂતોએ ટ્રેક્ટરની તેમજ ધરતી માતાજી પૂજા...